Home » GL Community
યાદો ના પાના થી ભરેલી છે જિંદગી, સુખ અને દુ:ખ ના પ્રસંગો થી ભરેલી છે જિંદગી, એકલા બેસીને વિચારી તો જુઓ, મિત્રો વગર કેટલી અધુરી છે જિંદગી…..
કિંમત પ્રેમની નહી, પ્રેમ કરનારની હોવી જોઈએ, કારણ કે પ્રેમનો મુખોટો પહેરેલાં બહેરુપ્યા ઘણા મળતા હોય છે, પરતું પ્રેમનાં રૂપમાં રાધાને કૃષ્ણ કોઇક જ મળે છે…
તમારી નવી સવાર એટલી સારી થઈ જાય, કે દુઃખોની તમારી વાતો બધી નાની થઈ જાય, આપી જાય એટલી ખુશીઓ આ દિવસ, કે ખુશી પણ આપની દિવાની થઈ જાય.
કોઈ સ્મિતે સ્મિતે સળગે છે કોઈ રડીને દિલ બહેલાવે છે કોઈ ટીપે ટીપે તરસે છે કોઈ જામ નવા છલકાવે છે સંજોગના પાલવમાં છે બધું દરિયાને ઠપકો ના આપો એક તરતો માણસ ડૂબે છે એક લાશ તરીને આવે છે – સૈફ પાલનપુરી
થોડી ગેરસમજથી સારું જીવાય છે, ખુલાસા કરવાથી દુખી થવાય છે, જીવનમાં ક્યારેક બંધ બાજી રમવી સારી, બાકી તો ત્રણ એક્કા માં પણ હારી જવાય છે.
સુખ નું કોઈ શીડ્યુલ ના હોય આનંદ ની અપોઈનમેન્ટ ના હોય પ્રેમ નું પ્લાનિંગ ના હોય માટે જીવન ને જોશ અને ઉત્સાહ થી જીવો એમાં વિચારવાનું ના હોય…
જિંદગી આમ તો પળોજણ છે, પણ ન છૂટી શકે એ વળગણ છે. આ તે અસ્તિત્વ છે કે છે આરસ ? છે સુંવાળું, છતાંય કઠ્ઠણ છે ! કોઈ રણદ્વીપ જોઈ લ્યો જાણે ! આયખું લીલુંછમ, છતાં રણ છે ! મન રહે છે સતત તણાવોમાં, રામ એમાં છે, એમાં રાવણ છે ! હાથમાં ક્યાં છે અંત કે […]
એક સ્મિત જે હસાવી દે એક અશ્રુ જે રોવડાવી દે એક ઈચ્છા જગાવી દે એક પ્રીત જે સમઝી લે દરેક વાત જે જાણી લે એનું જ નામ છે "..મિત્રતા.."
જો તૂ ફૂલ હોત તો મારે માળી બનવુ હતુ, જો તૂ સાગર હોત તો મારે નાવ બનવુ હતુ, જો તૂ મંદિર હોત તો મારે મૂર્તિ બનવુ હતુ, જો તૂ રાધા હોત તો મારે કૃષ્ણ બનવુ હતુ.
ધીરજ ધરી પણ ફળ સારા ન મળ્યા, કેહવું હતું પણ શબ્દોના સથવારા ન મળ્યા, કદર કરતા રહ્યા આખી જિંદગી બીજાની, પણ અફસોસ અમારી કદર કરનાર કોઈ ન મળ્યા.
કોઈ પ્રીત નિભાવી જાય, કોઈ રીત નિભાવી જાય, કોઈ સાથ, તો કોઈ સંગાથ નિભાવી જાય, કરી દો જીંદગી કુરબાન તેના પર, જે દુઃખમાં પણ તમારો સાથ નિભાવી જાય.
ડોક્ટર : તમારા પતિને આરામની જરૂર છે. હું થોડી ઊંંઘની ગોળીઓ લખી આપું છું. પત્ની : એમને આ દાવાઓ દિવસમાં ક્યારે આપવાની ? ડૉક્ટર : આ દવા તમારા પતિએ નથી લેવાની, તમારે લેવાની છે !!
કેટલાક પથ્થરો માં ફૂલો ખીલીજાય છે, કેટલાક અંજાન પણ પોતાના બની જાય છે, આ કાતિલ દુનિયા માં કેટલી લાશોને કફન પણ નશીબ થતું નથી, ત્યા કેટલી લાશો ઉપર તાજમહેલ બની જાય છે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
“બુદ્ધ અને તેમનો ધમ્મ”ગ્રંથનો આ ‘ઇ.ધમ્મગ્રંથ-2’માં કુલ આઠ ભાગ છે. પ્રત્યેક ભાગમાં ધમ્મપ્રસારની અને માનવીય કલ્યાણની ભાવના ઉત્તરોત્તર પ્રભાવી બની રહે છે. જાતિ-વર્ણ-લિંગ આદિના ભેદને નષ્ટ કરતી વૈચારિક-ક્રાંતિ સમસ્ત માનવજાતિ માટે કલ્યાણકારી સિદ્ધ થાય એ રીતે સમાજિકક્રાંતિનું સમગ્રલક્ષી ચિત્ર વાચકને મળે છે.
બુદ્ધ અને તેમનો ધમ્મ કુલ આઠ ભાગમાં વહેંચાયેલો છે. અહીં પ્રથમ ખંડનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રથમ ખંડમાં કુલ સાત ભાગ છે.
ડૉ. બાબાસાહેબ આંબેડકરના જન્મથી આરંભીને તેમના પરિનિર્વાણ સુધીના અત્યંત સંવેદનશીલ પ્રસંગોને જીવંત બનાવતો સૌથી નાનો પણ મહામુલો ગ્રંથ એટલે “જો બાબા ના હોત તો…..
હિન્દુ ધર્મમાં મોટાભાગના તહેવારો (festival) સાથે કોઈને કોઈ કથા સંકળાયેલી જોવા મળે છે અને તે કારણે તહેવારનું ધાર્મિક મહત્ત્વ વધી જાય છે. For example, હાલમાં જ પ્રકાશનો તહેવાર દિવાળી(diwali)ની ઉજવણી થઈ. પરંતુ અષાઢ મહિનામાં આવતી દેવપોઢી અગિયારસથી લઈને કારતિક સુદ અગિયારસના રોજ આવતી દેવ ઊઠી અગિયારસ વચ્ચે મોટેભાગે યજ્ઞોપવીત સંસ્કાર, લગ્ન, દીક્ષાગ્રહણ, યજ્ઞ, ગૃહપ્રવેશ જેવા […]
શીખવ્યા વગર જ જે આવડી જાય તે માતૃભાષા. કોઈપણ બાળક જન્મે અને થોડું ઘણું બોલવાનું શીખે ત્યારે એના મોંમાથી પહેલો શબ્દ નીકળે એ હોય છે મા અથવા મમ એટલે કે ખાવાનું. વળી આપણે બાળકને સૂવડાવવા માટે જે ગીત કે હાલરડાં ગાઈએ છીએ તે પણ આપણે ગુજરાતીમાં જ ગાઈએ છીએ અંગ્રેજી ગીતો નથી ગાતા. આમ બાળકને […]
હિંદુ ધર્મ અને જૈન ધર્મનાં તાણાવાણા એકબીજા સાથે પ્રગાઢ રીતે સંકળાયેલા છે. રામજન્મભૂમિ (Ram Mandir) તરીકે અયોધ્યા (ayodhya) નગરી મહાતીર્થનું ગૌરવ પામી છે, તો એ જ રીતે જૈન ધર્મના ચોવીસ તીર્થંકરોમાંથી પાંચ-પાંચ તીર્થંકરોનો જન્મ આ અયોધ્યાની પાવન ભૂમિ પર થયો છે. જૈન ધર્મમાં ચોવીસ તીર્થંકરોમાંથી પાંચ-પાંચ તીર્થંકરોનાં કલ્યાણકો અહીં આવ્યાં છે. દરેક તીર્થંકરના જીવનની ચ્યવન(માતાના […]