Home » GL Community » Page 12 » Kavita
ભાવ બદલ્યો, અભાવ બદલ્યો છે, દોસ્ત, મેં પણ સ્વભાવ બદલ્યો છે. ના પવન, ના દિશાઓ બદલાણી, મેં જ મારો પડાવ બદલ્યો છે. નાવ છે એ જ, નાખુદા પણ એ જ, પણ નદીએ બહાવ બદલ્યો છે. જે હતું એ જ છે જગત આખું, માણસોએ લગાવ બદલ્યો છે. મોત સીધું, સરળ, રહ્યું કાયમ, જિંદગીએ જ દાવ બદલ્યો […]
હું કવિનો શબ્દ તો ના થઈ શક્યો હા, મગર બારાખડીમાં હું હતો ! ઝૂલણાની રાહમાં ઊંંઘી જતો રાતની એ ખટઘડીમાં હું હતો ! હું જ સાવરણી લઈ વાળું મને જીર્ણ પેલી સૂપડીમાં હું હતો ! ઘર ! તને તો યાદ છે ને એ બધું ? કોઈ નહોતું એ ઘડીમાં હું હતો ! મેજ, ખુરશી, લેમ્પ, […]
છે ડૂબવાની મજા મજધારે, સાહિલ કોને જોઇએ છે? ફના થઇ જવું છે કેડી પર, મંઝિલ કોને જોઇએ છે? શું સાથે લાવ્યા હતા? શું સાથે લઇ જવાના? બે ગજ બસ છે, બ્રહ્માંડ અખિલ કોને જોઇએ છે? અમે તો છીએ પ્રત્યંચા, ધુરંધારી પાર્થના ગાંડિવની, નથી કંઇ પતંગની દોર, ઢીલ કોને જોઇએ છે? થોડી લાગણી બતાવી અમારે મન […]
સીતા સમાણી સતી કોણ શાણી પતિ પ્રતિજ્ઞાય સદા પ્રમાણી કુરંગ હણવા મતિ ભ્રષ્ટ કીધી વિનાશકાળે વિપરીત બુદ્ધિ કેવા હતા કૌરવ કાળજ્ઞાની કુસંપમાં પાછી કરી ન પાની કપાઈ મૂઆ દ્વેષ સહિત ક્રોધી વિનાશકાળે વિપરીત બુદ્ધિ નિપુણતા ન્યાય વિષે ધરાવી નળે સુકીર્તિ જગતમાં જમાવી ગુમાવી ગાદી દ્યૂતને વળુંધી વિનાશકાળે વિપરીત બુદ્ધિ યદુપુરી યાદવ યાદ […]
ચાલને વાદળ થઈએ અને જોઈએ કે ક્યાંક થાય છે ધોધમધોધ જેવું કંઈ આપણી વિશે આપણામાં કોઈ હળ જોડે કે કોઈ બે જણા જાય ભીંજાતા ખેતરો ભણી જાય ભીંજાતાં વાવણી મિષે આપણે તો આકાશ ભરીને આવવું અને છલકી જવું એવડું વનેવન નાગડા નાતાં છોકરાંને જોઈ થાય તો આખા ગામને એની જેમ નાવાનું મન હોય એવું તો […]
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જૂજવે રૂપે અનંત ભાસે; દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ પવન તું, પાણી તું, ભૂમિ તું ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે; વિવિધ રચના કરી અનેક રસ ચાખવા, શિવ થકી જીવ થયો એ જ આશે. અખિલ બ્રહ્માંડમાં એક તું […]
આ વાંચીને પાસ થવાનું તો સહેલું, પણ મમ્મી કહે એટલા માર્ક લાવવા અઘરા… કે મારું બાળપણ પાછું આપો. પાસ થઈને કમાવું તો જાણે સહેલું, પણ પપ્પા કહે એટલા પૈસા લાવવા અઘરા… કે મારું બાળપણ પાછું આપો. ભણવાની ની આ દુનિયા તો સહેલી, પણ દુનિયાને ઉઠા ભણાવવા અણગમતા… કે મારું બાળપણ પાછું આપો. […]
મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ એથી મીઠી તે મોરી માત રે જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ જગથી જૂદેરી એની જાત રે જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ અમીની ભરેલ એની આંખડી રે લોલ વ્હાલનાં ભરેલાં એના વેણ રે જનનીની જોડ સખી! નહીં જડે રે […]
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત ઉત્તર દક્ષિણ પૂર્વ કે પશ્ચિમ જ્યાં ગુર્જરના વાસ સૂર્ય તણાં કિરણો દોડે ત્યાં સૂર્ય તણો જ પ્રકાશ જેની ઉષા હસે હેલાતી તેનાં તેજ પ્રફુલ્લ પ્રભાત જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત ગુર્જર વાણી ગુર્જર લહાણી […]
એક નાનું રૂપાળું મારું ગામડું, એક મસ્તીભર્યું રૂપાળું મારું ગામડું, એક ખુશીનું મારું ગામડું, ખેતરીયેથી ભર્યું છે મારું ગામડું, એક લીલું રૂપાળું મારું ગામડું, રંગભર્યુ રૂપાળું મારું ગામડું, એક રમઝમતુ રૂપાળું મારું ગામડું, એક સ્વચ્છ રૂપાળું મારું ગામડું, રંગભર્યુ રૂપાળું મારું ગામડું, પક્ષીનું ભર્યું છે રૂપાળું મારું ગામડું, એક નાનું રૂપાળું મારું ગામડું.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.