Home » GL Community » Page 9 » Kavita
તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી તારા રૂપની પૂનમનો પાગલ એકલો હે આજ પીઉં દરશનનું અમૃત, કાલ કસુંબલ કાવો તાલ પુરાવે દિલની ધડકન, પ્રીત બજાવે પાવો તારી મસ્તીનો મતવાલો આશક એકલો હે તારા રૂપની પૂનમનો પાગલ એકલો તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી તારા રૂપની પૂનમનો પાગલ એકલો પાંખોની પરખે પરબડી, આંખો […]
એ રીતે સાથે દે છે સદા એક ક્ષણના દોસ્ત, પગલાં બની ગયાં છે તમારા ચરણનાં દોસ્ત. ઊભરો રહે ન દિલમાં ન બદનામીઓનો ડર, શોધું છું ભેદ કહેવાને નબળાં સ્મરણના દોસ્ત. એના લીધે નિભાવી લીધી કંઈક દોસ્તી, બાકી અમે અહીં હતા બસ એક જણના દોસ્ત. હિંમતની એ ઊણપ હો કે કિસ્મતની વાત હો, ખાબોચિયામાં તર મેં […]
પરિચિતો થી કેટલો પરખાય જાઉં છું, નથી હકીકતમાં છતાં વરતાય જાઉં છું. ભાગવું હતું આજ જગત થી ઘણું દુર, અધવચ્ચે તારા હાથે પકડાય જાઉં છું. આગળ પાછળ કોઈ નથી તારું કે મારું, બંધ આંખે છતાં કેમ શરમાય જાઉં છું? મહેક હતી ઘણી મારી અંદર હજુ સુધી, સાંજ પડે ને ફૂલ સમ કરમાય જાઉં છું. મને […]
ફૂટપાથે સૂતેલા ભૂખ્યા કોઈ બાળકની આંખો પર ધ્યાન કદી દેજો છાતીના મૂળ સુધી એની એ ભૂખ પછી તમને ના વાગે તો કહેજો ફૂટપાથે સૂતેલા ભૂખ્યા કોઈ બાળકની આંખો પર ધ્યાન કદી દેજો ઈંટ અને સિમેન્ટે ભીંતો બંધાય એમ લાગણીઓ થોડી બંધાય છે ભીંતેથી પોપડા ખરે ને એમ રોજ અહીં માણસ પણ જર્જરિત થાય છે ડામરના […]
સારા અને નરસા પ્રસંગે જાન છે મિત્રો ઈશ્વર સ્વરૂપે અવતર્યું વરદાન છે મિત્રો મક્કમ રહેલી વાત ઉપર છેક છેવટે- ઓસરવું ઊતરી જાય એ ફરમાન છે મિત્રો, જ્યારે તમે હળવા થઈને હોશમાં હશો, ત્યારે બચેલી આબરૂનું ભાન છે મિત્રો. એવા ને એવા આપણે સુદામા થઈ જીવ્યા એવા ને એવા આંખ, હૈયું કાન છે મિત્રો અમથી નવાબી […]
કોન્વેન્ટ સ્કૂલના કમ્પાઉન્ડમાંથી, સંચાલકો અને માતા-પિતાની બેદરકારીને કારણે, પલક મીંચવા- ઉઘડવા વચ્ચેની કોઈ ક્ષણે… ગુજરાતી વાંચતી-લખતી એક આખી પેઢી. ઓળખવા માટે નિશાની: ‘કાનુડાએ કોની મટુકી ફોડી?’ એમ પૂછો તો કહેશે, ‘જેક એન્ડ જિલની’ ગોતીને પાછી લાવનાર માટે ઇનામ એકે નથી. કારણ કે એ હંમેશને માટે ગુમાઈ ચૂકી છે. -ઉદયન ઠક્કર
એક આખી જિંદગીનો છે એમાં અભાવ દોસ્ત; આ ખાલી જામનુંય વજન છે ઉઠાવ દોસ્ત. જીરવી શકાશે પૂર્ણ ઉપેક્ષાનો ભાવ દોસ્ત; પણ જીરવી ના શકાશે અધૂરો લગાવ દોસ્ત. દરિયામાં મોજાં આવે, બધે આવતાં નથી, અમથી જ રાહ જોયા કરે છે તળાવ દોસ્ત. દરિયા-પહાડ-આભમાં જો ના સમાય તો, નાની ચબરખીઓમાં પ્રણયને સમાવ દોસ્ત. તાજાકલમમાં એ જ કે […]
સખી મને શમણામાં મળિયા શ્યામ (2) નાનકડી આંખે સમાયુ આખુ ગોકુલ ગામ, સખી મને શમણામા મળિયા શ્યામ ! નિત્ય નિરંતરમુજ અંતરમા તુજ વાજિંતર કરે ગુંજન યુગ યુગની મારી તરસ છિપાણી જ્યા વરસ્યા સ્નેહના શ્રાવણ હુ એ બાવરી સુધબુધ વિસરી ભુલી કામ તમામ, સખી મને શમણામાં મળિયા શ્યામ ! પાપણથી એને પિચ્છ્ધરી શીરે અધર ધરી મનની […]
મિત્ર એટલે પરમ આત્મીય અને જેની સાથે નિર્વ્યાજ સખ્ય માણી શકાય. જે મનથી અને વાણીથી સતત આપણી સાથે હોય. જેના સહવાસમાં હાશ અને નિરાંતની ક્ષણોનો અનુભવ થાય. જેની સાથે અંગતમાં અંગત પ્રશ્નથી માંડીને જગતની સમસ્યાઓ વિશે વાદ કે વિવાદ વિના વાત થઈ શકે. જે આપણી સાથે હસે અને આપણને હસાવી શકે. જે આપણા અવગુણને ઓળંગી […]
મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ એથી મીઠી તે મોરી માત રે જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ જગથી જૂદેરી એની જાત રે જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ અમીની ભરેલ એની આંખડી રે લોલ વ્હાલનાં ભરેલાં એના વેણ રે જનનીની જોડ સખી! નહીં જડે રે […]
થવાનું ન થવાનું કહે નજૂમી કોણ એવો છે? ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનુ છે! હતો લંકેશ બહુબળિયો થયો બેહાલ ના જાણ્યું જગત સૌ દાખલા આપે સવારે શું થવાનું છે જુઓ પાંડવ અને કૌરવ બહુબળિયા ગણાયા છે ન જાણ્યું ભીષ્મ જેવાએ સવારે શું થવાનું છે થઈ રાજા રમ્યા જૂગટું ગુમાવ્યું પત્ની સૌ સાથે ન જાણ્યું […]
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.