તાવ આવે ત્યારે શું કરવું જોઈએ અને વજન ઉતારવાની કેટલીક ટિપ્સ
March 02 2020
bozivbfloal bozivbfloal
તાવ એટલે કે જવર અને અંગ્રેજીમાં કહીએ તો Fever (ફીવર).
કોઈ પણ તાવને સામાન્ય ગણી તેની ઉપેક્ષા કદી ન કરવી. જીર્ણ તાવ સૌથી ખરાબ ગણાય છે. લોહી જેવી ધાતુમાં ઘર કરી ગયેલ તાવની વહેલી તકે યોગ્ય દવા કરાવવી જોઈએ નહીં તો સ્વાસ્થ્ય, બળ અને સૌંદર્યનો નાશ થતાં વાર નહીં લાગે.
તાવ આવે ત્યારે શું કરવું એટલે કે કયા ઘરગથ્થુ ઉપચારો અજમાવવા જોઈએ તે જાણીએ.
- જો ઠંડી સાથે તાવ આવતો હોય તો બીલી (aegle marmelos, Indian bael) અને તુલસી(Basil)ના પાનની ચા મરી ચૂર્ણ સાથે મેળવી પીવી લાભદાયક રહે છે.
- જો તાવ એકાંતરિયો એટલે કે એક દિવસ આવે અને એક દિવસ નહીં તેમ હોય તો બીલીના મૂળની છાલનો ઉકાળો પીવો જોઈએ અથવા ધતૂરાનાંં પાનનાં 5-6 ટીપાં થોડા દહીં સાથે ભેળવીને તાવ આવવાના થોડા કલાકો પહેલાં આપવાથી તાવ ભાગે છે.
આ પણ વાંચો : શું તમે શરદીથી પરેશાન છો ?
- મલેરિયાના તાવ હોય તો તુલસીના પાનનો રસ અને મરી ( black pepper) પાવડર ભેગા કરી પીવું જોઈએ
- તાવ આવવાથી નબળાઈ લાગતી હોય તો કાંકચના ગર્ભનો પાવડર લેવો જોઈએ
- ગળો, સૂંઠ, અજમો, પીપર અને ભોરિંગણી એ બધી સામગ્રીનો કવાથ કરીને પીવાથી જૂનો તાવ મટે છે
- જૂના તાવને મટાડવા માટે તુલસીના પાનનો રસ, ઘી અને મરી ક્રમશ: ઓછા પ્રમાણમાં લઈ ભેળવીને દિવસમાં બે વાર ખાવાથી લાભ થાય છે
- અરડૂસીના પાનનો રસ પણ તાવ મટાડવા લઈ શકાય છે.
- લીમડા(Neem)ના પાનનો રસ પણ તાવ મટાડે છે.
- તાવ આવતો હોય તો સુદર્શન ઘનવટી પણ રોજ લઈ શકાય. ચોમાસામાં તાવથી બચવા રોજ એક એક સુદર્શન લેવી હિતાવહ છે.
જો ઉપરના ઉપચારો અજમાવ્યા બાદ પણ હઠીલો તાવ ના ઉતરે તો સત્વરે વૈદ્ય કે ડૉક્ટરની સલાહ અચૂક લેવી.
વજન ઉતારવા માટેની કેટલીક ટિપ્સ (Home remedies for weight loss) :
- વજન ઉતારવા ઘી, તેલ, ખાંડ, ગોળ, બટાટા, મેંદો, બેકરીની આઇટમ, ચોકલેટ, સૂકો મેવો, દૂધ-ખાંડની મીઠાઈઓ, ફરસાણ ખાસ બંધ કરવા
- ભૂખ લાગે ત્યારે કાકડી, ગાજર, ટમાટર, કોબીનું કચુંબર એટલે કે સલાડ અથવા માત્ર સફરજન ખાવું જોઈએ.
- ફ્રીજનુંં પાણી પીવાની આદત છોડવી જોઈએ
- ઘઉંના બદલે જવની ભાખરી, રઓટલી કે બાજરીનો રોટલો ખાવો જોઈએ
- ભૂખ વિના ખાવું નહીં અને ખૂબ ભૂખ લાગે ત્યારે, ભૂખથી ઓછુંં જ ખાવું
- રોજ 1 કલાક ચાલવું જોઈએ
- યોગાસનો કે હળવો વ્યાયામ એટલે કે એક્સરસાઇઝ (કસરત) કરવી જોઈએ
- રોજ 20-25 મિનિટ પ્રાણાયામ કરવું
આ પણ વાંચો : નાની મોટી સ્વાસ્થય સંબંધિત સમસ્યાના ઘરગથ્થુ ઉપચારો (Home remedies)
બ્લોગ લખનાર : મૈત્રી શાહ
(ઉપરની માહિતી ભાવનાબહેન મારુ લિખિત ઘરગથ્થુ રોગોપચાર પુસ્તકને આધારે તૈયાર કરવામાં આવી છે.)