Gujaratilexicon

ગુજરાતી અસ્મિતાનો આગવો મિજાજ એટલે ડાંગ દરબાર

December 17 2019
Gujaratilexicon

હોલિવુડ ફિલ્મના એક સીન જેવું લોકેશન જોવા મળે તો?  એવું લોકેશન જ્યાં રોડ વૃક્ષોથી આચ્છાદિત હોય, નજર ફરે ત્યાં, વૃક્ષો અને પહાડો. તમારી ગાડી ધુમ્મ્સમાંથી નીકળતી હોય અને સાથે સાથે વરસાદ પડતો હોય. આ વરસાદમાં તમને એક અવાજ સંભળાય “ખાઉલા, પીઉલા, નાચુલા” તમે નજર કરો તો અમુક પાતળા બાંધાના આદિવાસીઓ આગનૃત્ય કરતા હોય. અંગારા પર મસ્તીથી ઝૂમતા હોય. એક અજબ વિરોધાભાસ જ્યાં વરસાદમાં એક તરફ  પોતાની મસ્તીમાં મસ્ત આદિવાસીઓ દ્વારા આગનૃત્ય થતું હોય. હવે તમારા મનમાં 2 પ્રશ્ન ઉદ્ભવશે પહેલું કે આ જગ્યા કઈ છે? અને બીજું કે આ આગનૃત્ય શું છે?

પહેલા પ્રશ્નો જવાબ, ભારત દેશના ગુજરાતમાં આવેલા સાપુતારાના પહાડોમાં રાજ્યનો સૌથી નાનો જિલ્લો એટલે ડાંગ.

જાણો વિગતવાર માહિતી ડાંગ જિલ્લા વિશે

અને, બીજા પ્રશ્નનો ઉત્તર એટલે ડાંગ જિલ્લાના આદિવાસીઓનું પર્યાવરણને સમર્પિત સાંસ્કૃતિક ઘરેણું એટલે ડાંગીઓનું આગ નૃત્ય.

વાદળના વધામણાં અને વૃક્ષોની હરિયાળી વચ્ચે વન સંસ્કૃતિને  ઉજવવાનો એક  અનેરો ઉત્સવ એટલે ડાંગ દરબાર

પ્રકૃતિ, ઔષધિ અને સંસ્કૃતિ સમન્વય એટલે ડાંગ. આજે વાત કરીશું ગુજરાતના ચેરાપુંજી એવા ડાંગ અને તેના અનેરા સાંસ્કૃતિક તહેવારની. ડાંગની જનજાતિ, અને  તેની આસપાસ રહેતા સ્થાનિક લોકો એક વિશિષ્ટ તહેવાર ઉજવે તેનું નામ છે ડાંગ દરબાર. આ ત્રણ દિવસીય વાર્ષિક તહેવાર જે હોળીની સાથે ઉજવવામાં આવે છે.

આ મેળો સાપુતારામાં આવેલા આહવામાં આયોજિત કરવામાં આવે છે. સમય જતાં જેમ દરેક વસ્તુને નવા જમાના અનુસાર નામ આપવામાં આવે છે તેમ આ ડાંગ દરબાર પહેલા જમાબંદી દરબાર તરીકે ઓળખવામાં આવતું હતું.

Explore the Gujarati meaning of word ‘જમાબંદી’ in Gujarati to Gujarati Dictionary

 પહેલાના શાસનકાળ દરમિયાન આ દરબાર વિધાનસભા તરીકે આયોજિત થતા હતા જેમાં અંગ્રેજી મંત્રીઓ અને અધિકારીશ્રીઓની બેઠક મળતી હતી. સમય પ્રમાણે જિલ્લા અધિકારીશ્રી એ નામ બદલીને  ડાંગ દરબાર તરીકે પ્રસ્થાપિત કર્યું.  

આદિવાસી રહેવાસીઓનો મોટો સમૂહ આ તહેવાર ઉજવે છે. જેમાં  ભાગ લેવા પુરુષો આંખને આંજી નાંખે એવા ચમકદાર ગુગ પહેરે છે અને દરબાર દરમિયાન તેમનું કૌશલ્ય દેખાડે છે. જ્યારે સ્ત્રીઓ દાગીનામાં સજીધજીને અંગકસરતની તરકીબો કરે છે. ખાતાબાદોલ જનજાતિઓ શહેનાઈ અને બીજા વાદ્યયંત્રો વગાડીને લોકોનું મન બહેલાવે છે. જ્યારે એકબીજાને શુભેચ્છા પાઠવવાનો દિવસ આવે છે ત્યારે પુરુષો વેસ્ટકોટ અને રંગીન પાઘડી પહેરીને તથા સ્ત્રીઓ સાડી- બ્લાઉઝ સાથે ભારે ચાંદીના ઘરેણાં પહેરી અનેરો જશ્ન મનાવે છે.

કાર્નીવલ મેદાનની જમીન પર વેપારીક ગતિવિધિઓ અને બજાર ગોઠવવામાં આવે છે. આ ત્રણ દિવસીય ઉત્સવ દરમિયાન લોકનૃત્ય, રાસ ગરબાના કાર્યક્રમો, ગીત અને નાટકોની વિવિધ કૃતિઓ પણ પ્રસ્તુત કરવામાં આવે છે. આ તહેવારમાં એક અનેરી વાત એ છે કે તેમાં યુવાનો માટે લગ્નનો મંચ પણ હોય છે જેમાં તેઓ તેમની માટે યોગ્ય સાથી શોધતા હોય છે. આ મેળા દરમિયાન એક સાંસ્કૃતિક પ્રદર્શનીનું પણ આયોજન કરવામાં છે. તેમજ આ ઉત્સવ દરમિયાન વિવિધ યોજના દ્વારા વનબંધુઓને આર્થિક સહાય પણ કરવામાં આવે છે. ગુજરાતના અનેરા એવા મેળામાંનો એક ડાંગ દરબાર, એક વખત તો ચોક્કસથી નિહાળી અનુભવ લેવા જેવો મહોત્સવ છે.   

ગુજરાતના સાપુતારા જેવા અન્ય ફરવા લાયક સ્થળો વિશે જાણો : ચીમેર ધોધ, દેવઘાટ ધોધ

  • મૈત્રી માધુ

Most Popular

Interactive Games

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Latest Ebook

Recent Blog

Latest Video

,

એપ્રિલ , 2024

શુક્રવાર

26

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

Social Presence

GL Projects