| Proverb | Meaning |
| A bad penny always comes back | હીરો ઘોઘે જઈ આવ્યો |
| A bad workman blames his tools | અનકસબી હજામને અસ્ત્રા ઘણા |
| A bird in the hand is worth two in bush | હાથમાં તે બાથમાં |
| A drowning man will clutch at a straw | ડૂબતો માણસ તરણું શોધે |
| A fool and his money are soon parted | લોભિયા વસે ત્યાં ધુતારા ભૂખે ન મરે |
| A friend in need is friend indeed | મુશ્કેલીમાં મદદ કરે તે જ સાચો મિત્ર |
| A friend to all is a friend to none | બધાનો સગો તે કોઈનો સગો નહીં |
| A good wife makes a good husband | જેવો બીબીનો ગુસ્સો તેવો મિયાંનો ઠોંસો |
| A green wound is soon healed | તાજો ઘા તરત જ રુઝાય |
| A hungry man is an angry man | ભૂખ્યો શું પાપ નહિ કરે? |
| A man is known by the company he keeps | માણસની ઓળખ તેની સોબત પરથી થાય |
| A man of words and not of deeds is like a garden full of weeds | કહીને કરી બતાવે નહીં તે માણસની કોઈ કિંમત નહીં |
| A penny saved is a penny gained | જેટલું બચાવો તેટલું ધન વધે |
| A poet is born, not made | કવિ જન્મે છે બનતા નથી |
| A rolling stone gathers no moss | કચૂકા પીલે તેલ નહીં નીકળે |
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.