Proverb | Meaning |
જણ જણનો જુદો મત તેમાં જાય ઘરની પત | ઘરમાં બધાં જુદો જુદો મત રાખે તો એકે કામ ન થાય ને ઘરની શાખ બગડે. |
જણ મોઢે જણ વાત | દરેક જણ જુદી જુદી વાત કરે. |
જણતાં મઉ થાય તેમાં જમાઈનો શો વાંક? | (મઉ થવું નબળાઈ આવવી) પિયરમાં સુવાવડ પર આવેલી દીકરીને દાયણના હાથે જન્મ અપાવતાં દીકરી નબળાઈ દાખવે એમાં દીકરીના વરનો શો વાંક? |
જણતી જણે, ને ધરતી ઝીલે | માતા જન્મ આપે ને કુદરત એને જાળવીને પોષે. |
જણતો ખાય કે પરણતો ખાય | જણનાર અને પરણનાર બેઉને ખાવા ખવરાવવાનો આદર અપાય. |
જણનારી તે જીવ આપવાની, પણનારી તે પોક મૂકવાની | (પણનારી પરણેતર; બૈરી; સ્ત્રી) ગર્ભ રહે એ વેળા એમાં જીવ હોય પણ જન્મ્યા પછી જીવ જાય તો બૈરીએ તો ખુશી બાજુએ મૂકી પોક જ મૂકવાની. |
જણનારીમાં જોર નહિ એમાં સુયાણી શું કરે ? | જેનું કામ હોય તેણે પોતે હિંમત ને જોર રાખવું જોઈએ; બાકી મદદગાર તો મદદ કરે. |
જણવા સૂતી, ને મરવા સૂતી | સુવાવડ માટે સૂઈ જનારી સ્ત્રીની એ વખતની સ્થિતિ તો મરવા જેવી જ હોય છે. |
જણવું ને મરવું બરાબર | બાળકને જન્મ આપવો એ મરવા બરાબરની સ્થિતિ છે. |
જણશે મા ને જોગવશે બાપ, ને ગણતાંને મોઢે જણતાંનું પાપ | મા જન્મ આપશે ને બાપ પાલન કરશે બાકી જગત તો ગણ્યા કરશે ને એ રીતે નિંદાના પાપમાં ભાગીદાર થશે. |
જણાવે માંદા, ને હાડકાંમાં વાંધા | કહે શરીરે માંદો છું ને હોય હાડકું ભાંગ્યું. |
જણે એટલાં જીવે નહિ, ને વાવે એટલાં ઊગે નહિ | જન્માવ્યાં એટલાં ન જીવે. |
જણે તે જાણે, વાંઝણી શું જાણે? | સંકટમાં હોય તેને મુશ્કેલીનો અંદાજ આવે, બીજાને શી ખબર પડે? |
જણે તેના પૂત, ને કાંતે તેનાં સૂત, ને બીજાં મારું મારું કહે તેને વળગે ભૂત | (પૂત પુત્ર, સૂત સૂતર) જેનું તે તેનું. |
જણ્યાં બાર ને જણ્યાં તેર, ને મા અને મતરાઈમાં ઘણો ફેર | (મતરાઈ સાવકી મા) છોકરાં જણ્યાનો સગી માનો ગમે તેટલો અનુભવ હોય છતાં એની જગ્યાએ સાવકી મા હોય તો એ બિચારી બિનઅનુભવી કેટલું કરી શકે? |
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં