જંગલનું પાતરું હૂંડી શિકારે

Proverb Meaning
જંગલનું પાતરું હૂંડી શિકારે એવી સારી આંટવાળું.
જંગલમાં ગયા, ને ઝાંખરાં તોડી લાવ્યા વગડેથી ઝાંખરાં લાવ્યા.
જંગલમાં મંગલ વેરાનમાં આબાદી.
જંગલમાં મંગલ, ને વસ્તીમાં કડાકા અવળી પરિસ્થિતિ; વેરાનમાં ભરપૂરતા ને વસ્તી વસાહતમાં ભૂખમરો.
જંગલમાં મોર નાચે, ને જંગલ જુએ જંગલમાં મોર નચાવવું ને જંગલને બતાવવું (એનો શો અર્થ?)
જંગલમાં મોરે કળા કરી, (કોઈ ન જાણે) કોણે જોઈ? ખોટા સ્થાને કૌશલ બતાવવાનો શો અર્થ?
જંડો (ઝંદો) કોડા બાંધતો પરવડે નહિ ઝંડાઝૂલણ (એટલે કે પગારથી રોકેલો સિપાઈ) કોડો (ફૂમતાં કે રંગરંગી ચીંથરાં) બાંધવામાંથી પરવારે નહિ તો એવો પગારદાર પોસાય નહિ.
જગ જુએ ને ખલક ખખડે લોક તમાશો જુએ ને પૃથ્વી ઊંચીનીચી થાય.
જગત કોઈથી જિતાયું નથી દુનિયામાં બધાંને રાજી રાખવાં મુશ્કેલ છે.
જગતમાં બે પ્રકારની નામના: એક સારી ને બીજી નરતી દુનિયા દોરંગી; કોઈ વખાણે ને કોઈ નિંદે.
જગની બત્રીસીએ ચડવું લોકવાયકાઓમાં ફસાવું.
જજમાનને મન ગોરાણી, ગોરને મન ગોરાણી? જજમાન ગોરાણીને આદર કરે જ્યારે ગોરને કિંમત ન હોય.
જડ જાય ને વેલો વધે મૂળ અદૃશ્ય થાય ને વેલો વધે.
જડતું આવે જોગે, તો ભરાવીને ભાગે સંજોગવશાત્ ભાવતું મળે તો ખુશ થઈ માથે ચડાવીને ભાગે.
જણ આવે તે જણનું કામ લેતું આવે ને જણ જાય જણનું કામ લેતું જાય વ્યક્તિની સાથે જ એને લગતાં કેટલાંક કામ જોડાયેલ હોય છે.

Interactive Games

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects