| Proverb | Meaning | 
| જૂની બરણીનું ઠીકરું | વગર વિસાતનું ; નજીવી કિંમતનું. | 
| જૂની વાડનાં ઝાંખરાં | ભલે કાંટાવાળું ડાંખળું પણ છે તો જૂની વાડનું | 
| જૂનું કપડું ને બુઢ્ઢું ઢોર, તેના પૈસા લઈ ગયા ચોર | જૂનું વસ્ત્ર અને ઘરડું ઢોર પાણીના મૂલનાં. | 
| જૂનું કોહલું નવા વાઘ કરતાં સરસ | ઘરડું શિયાળ નવા વાઘ કરતાં સારું. | 
| જૂનું તે સોનું, જૂનું એટલું સોનું | જેટલું વધુ અનુભવી એટલું વધુ મૂલ્યવાન. | 
| જૂનું પાપ | લાંબા સમયનું પાપ. | 
| જૂનો કાગડો | રીઢો ચાડીખોર. | 
| જૂનો જોગી | રીઢો અનુભવી. | 
| જૂનો વાળંદ, ને નવો ધોબી | બન્ને સારા. | 
| જૂનો શરાબ, ને બુઢ્ઢું ઢોર | બન્ને સારાં. | 
| જે આશા પર રહે, તે અપવાસિયો મરે | આશાએ રહે તે ભૂખ્યો મરે. | 
| જે કરે તે ભોગવે | કરનાર ભોગવે. | 
| જે કહે તે કરે નહિ, ને કરે તે કહે નહિ | આપમરજીથી રહેનારો. | 
| જે કાળું કરે તેનું જ કાળું થાય, બીજાનું ન થાય | ખાડો ખોદે તે પડે. | 
| જે કોઈથી નહિ ડરે, તે ચાહે તે કરે | નીડર માણસ ધાર્યું કરી શકે. | 
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં