| Proverb | Meaning |
| જતાના જાનૈયા ને વળતાના માંડવિયા | જતાં વરપક્ષમાં અને વળતાં કન્યાપક્ષમાં. |
| જતાનું દાણ, ને આવતાનું ભાડું જતિ બેઠા જપે, ને જે આવે તે ખપે | વાત સાધુપણાની પણ કશું છોડવાનું નહિ જતાં ને આવતાં બેય વેળા કર લેવાનો. |
| જતિ બેઠો જપે ને જે આવે તે ખપે | આવક મેળવવા ધર્મિષ્ઠ થવાનો આડંબર રચવો. |
| જતી લાડી, માંડવો વધાવે | દીકરી પરણીને માંડવો વધાવીને જાય. |
| જતો ભૂત વાર મંડે | જતાં જતાં ભૂત નુકસાન કરતું જાય. |
| જન જોર, ને મોં તોડ | એકથી ન થાય તે બધા મળવાથી થાય. |
| જન તેવાં જાફલાં, ને વન તેવાં ફળ | બાપ તેવા બેટા ને વડ તેવા ટેટા. |
| જનની જણ તો દાતા જણ કાં પંડિત કાં શૂર | હે મા, જન્મ આપ તો કોઈ દાતાર, કોઈ વિધાન કે કોઈ વીરનો આપજે. |
| જનની જણ તો ભક્ત જણ, કાં દાતા કાં શૂર, નહિ તો રહેજે વાંઝણી, મત ગુમાવીશ નૂર | ભક્ત, દાતા અને શૂરવીરને જન્મ આપનાર માતા ધન્ય છે. |
| જનમ આપે જનેતા, પણ કરમ ન આપે કોઈ | મા જન્મ આપે પણ ભાગ્ય તો વિધાતા જ ઘડે. |
| જનમ જરા ને મરણ સર્વને માથે છે | જન્મ, ઘડપણ ને મરણ ત્રણ અવસ્થા દરેક જીવની હોય છે. |
| જનમ બિન નેહા નહિ, નેહા બિન શ્યામ નહિ, ઊધો એ અવતાર મેં, નયના બિન સલામ નહિ | જનમ વગર સ્નેહ નહિ, સ્નેહ વગર શ્યામ (કૃષ્ણ) ન મળે; હે ઉદ્ધવ, નીરખ્યા વગર કોઈ માનનાર ના થાય. |
| જનમ રળ્યા, ને જહાન્નમમાં નાખ્યું | કરી કમાણી ધૂળમાં ગઈ. |
| જનમના જોગીદાસ અને નામ પાડ્યું ભિખારીદાસ | જેવા ગુણ તેવું જ નામ. |
| જનમના જોગીદાસ, ને નામ પાડ્યું ભિખારીદાસ | નામ પ્રમાણે ગુણ નહિ એવું નામ. |
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં