| Proverb | Meaning |
| જે સૂરજ પર ધૂળ છાંટે તે પોતે જ છંટાય | સૂરજ સામે ધૂળ ઉડાડીએ તો આપણા ઉપર જ પડે. |
| જે સૂરજ પર ધૂળ નાખે તે પોતે જ છંટાય | સૂરજ સામે ધૂળ ઉડાડીએ તો આપણા ઉપર જ પડે. |
| જે હાજર તે નાજર | હાજર હોય એ મુખ્ય કર્તાકારવતા. |
| જેટલા ભોગ તેટલા રોગ | બહુ ભોગનું પરિણામ અંતે રોગમાં આવે. |
| જેટલા વહાણના ખીલા, એટલા વીમાના હીલા | વહાણનો ધંધો વીમાનું જોખમ. |
| જેટલા વહાણના સાંધા, એટલા ભાઈના વાંધા | વાંધાખોર વ્યક્તિને ઉપાલંભ આપતાં કહેવાય છે. |
| જેટલી ખાંડ નાખશો તેટલું ગળ્યું થશે | ગોળ નાખશો તેટલું ગળ્યું થશે. |
| જેટલી નદી લાંબી, તેટલી લક્ષ્મી લાંબી | ધન મેળવવા ઘણા ઉધામા કરવા પડે. |
| જેટલું પેટનાંને લાગે, તેટલું પરાયાંને ન લાગે | પોતાનાંની લાગણી પારકાં કરતાં વધુ હોય. |
| જેટલું લાંબું કરો એટલું લાંબું થાય | લંબાવો એટલે લંબાય. |
| જેઠ મારો જગજીવન, જેઠાણી અમારી જોડ, દેર મારો રિસાળવો, દેરાણી ચંપાનો છોડ | જેઠજેઠાણી અને દિયરદેરાણી ખૂબ સારાં છે. |
| જેઠા, જીવજો પૂતર, ને ધર દહાડેનાં ઓરજો ખેતર, ને નહિ તો તેનાં રડતાંનો આવે છેહ | મારા જેઠનો પરિવાર સુખી થજો. |
| જેઠી પૂર, ને છોકરાં ફાકે ધૂળ | જેઠનો પરિવાર મોટો ને ખર્ચાળ તેથી ધૂળ ફાકવા વારો આવે. |
| જેણે ઓર્યું ચગળે મગળે, તે તો બેઠો કુમને ઢગલે, જેણે જોઈ ખરી વરાપ, તેણે લીધી માજમ રાત | સમજીને ખેતી કરી તે જીત્યો. |
| જેણે જપ્યો રામ, તેને કોનું કામ? | રામનું શરણું લીધું તેને જગતની પરવા ના રહી. |
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.