Proverb | Meaning |
જેનો રાજા વેપારી તેની પ્રજા ભિખારી | રાજા પ્રજા પાસેથી ધન મેળવવા માંડે ત્યાં પ્રજા ક્યાંથી સમૃદ્ધ થઈ શકે? નફાખોરી કરનાર રાજાની પ્રજા સુખ નથી પામી શકતી. |
જેનો વખત આવે તે સૌ જવાનાં | કાળનું તેડું આવે તે સૌ જવાનાં. |
જેનો હાથ ઉપર, તેનો બોલ ઉપર | જેના ઉપકારનો ભાર હોય તેનું બોલ્યું અવશ્ય પળાવાનું. |
જેનો હોય વગ, તેનો પેસે પગ | વગ કરે પગ. |
જેમ કહું તેમ કરો, જેમ કરું તેમ ના કરો | કરું તેમ નહિ, કહું તેમ કરો. |
જેમ જેમ લાંબા તેમ તેમ લાંબા | લંબાઈ મુજબ જ લાંબા થવાય. |
જેવા આવ્યા તેવા ગયા | આવકાર ન પામવો તેવી સ્થિતિ સર્જાવી. |
જેવા ચાલે તેવા દેવા | જેવા સાથે તેવો વ્યવહાર. |
જેવા જેના ઢંગ, ને જેવા જેના રંગ, ચંદને ધોઈ માછલી, તોયે ન ફીટે ગંધ | મૂળ લક્ષણ ન જાય. |
જેવા દેવ તેવા થાળ | છાણના દેવને કપાસિયાની આંખો. |
જેવા દેવ તેવી પૂજા | છાણના દેવને કપાસિયાની આંખો. |
જેવા બીબીના કોદરા એવી મિયાંની હિંગ | જેવા સાથે તેવા. |
જેવા રાજા તેવી પ્રજા | રાજા જેવી જ રૈયત. |
જેવા શેઠ એવા વાણોતર | મલિકના ગુણ પ્રમાણે તેના હાથ નીચેના માણસો હોય છે. |
જેવા શેઠ, તેવા વાણોતર | શેઠ તેવા તેના ગુમાસ્તા. |
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.