જેનો રાજા વેપારી તેની પ્રજા ભિખારી

Proverb Meaning
જેનો રાજા વેપારી તેની પ્રજા ભિખારી રાજા પ્રજા પાસેથી ધન મેળવવા માંડે ત્યાં પ્રજા ક્યાંથી સમૃદ્ધ થઈ શકે? નફાખોરી કરનાર રાજાની પ્રજા સુખ નથી પામી શકતી.
જેનો વખત આવે તે સૌ જવાનાં કાળનું તેડું આવે તે સૌ જવાનાં.
જેનો હાથ ઉપર, તેનો બોલ ઉપર જેના ઉપકારનો ભાર હોય તેનું બોલ્યું અવશ્ય પળાવાનું.
જેનો હોય વગ, તેનો પેસે પગ વગ કરે પગ.
જેમ કહું તેમ કરો, જેમ કરું તેમ ના કરો કરું તેમ નહિ, કહું તેમ કરો.
જેમ જેમ લાંબા તેમ તેમ લાંબા લંબાઈ મુજબ જ લાંબા થવાય.
જેવા આવ્યા તેવા ગયા આવકાર ન પામવો તેવી સ્થિતિ સર્જાવી.
જેવા ચાલે તેવા દેવા જેવા સાથે તેવો વ્યવહાર.
જેવા જેના ઢંગ, ને જેવા જેના રંગ, ચંદને ધોઈ માછલી, તોયે ન ફીટે ગંધ મૂળ લક્ષણ ન જાય.
જેવા દેવ તેવા થાળ છાણના દેવને કપાસિયાની આંખો.
જેવા દેવ તેવી પૂજા છાણના દેવને કપાસિયાની આંખો.
જેવા બીબીના કોદરા એવી મિયાંની હિંગ જેવા સાથે તેવા.
જેવા રાજા તેવી પ્રજા રાજા જેવી જ રૈયત.
જેવા શેઠ એવા વાણોતર મલિકના ગુણ પ્રમાણે તેના હાથ નીચેના માણસો હોય છે.
જેવા શેઠ, તેવા વાણોતર શેઠ તેવા તેના ગુમાસ્તા.

Interactive Games

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Latest Ebook

Recent Blog

Social Presence

Other Alliances

GL Projects