| Proverb | Meaning |
| જનમનો ફેરો ટળ્યો | મુક્તિ મળી. |
| જનમપત્રી તો વાંચી, પણ કરમપત્રી વાંચી? | જન્મીને સારાં કર્મ કર્યાં ખરાં? |
| જનમમાં જાતરા, ને દેશમાં દિવાળી | જન્મીને જાત્રા કરવી ને વતનમાં દિવાળી કરવી. |
| જનમારાનો દુખિયો ને નામ પાડ્યું સુખલાલ | નામ કરતાં ઊલટા ગુણ હોવાની સ્થિતિ. |
| જનમ્યું તે મરવાનું | જનમ્યું તે જવાનું. |
| જન્મ્યો બ્રાહ્મણ ને ધાયો સૂવર એ બેને છેડવાં નહિ | જમી ઊઠેલો બ્રાહ્મણ અને દોડતો આવતો સૂવર એમને છંછેડવા નહિ. |
| જપ ખોઈ, તપ ખોઈ, ગાંઠની ગરથ ખોઈ, ફટ ભૂંડી કૂટણી! | વ્યભિચારિણીને ઠપકો. |
| જબ તુમ આયે જગતમેં, લોક હસે તુમ રોય, ઐસી કરની કર ચલો, કે પીછે હસે ન કોય | જીવ્યું સાર્થક કરવું. |
| જબ લગ સાસ, તબ લગ આશ | જીવતર છે ત્યાં લગી આશા છે. |
| જબ લાગી તબ જાની નહિ, અબ ચોરાવત દેહ, પાની પી ઘર પૂછતો, કૌન શાણપતિ યેહ? | પાણી પીને ઘર શું પૂછવું? |
| જબ સે ઊગે બાલ, તબસે એહી અહેવાલ | માથે વાળ ઊગ્યા ત્યારથી જીવનની જંજાળ ચાલ્યા કરે છે. |
| જબાન ચાલે આળકપાળ, ને જૂતાં ખાય શિર કપાળ | જીભડી આળપંપાળ કરે તે માથે ખાસડાં ખાવાં પડે. |
| જબાન હાર્યો તે જનમ હાર્યો | વચનનું પાલન કરવું. |
| જબાન હાર્યો તે સર્વ હાર્યો | બોલેલો બોલ જે ન પાળે એ બધું હારે. |
| જબાનની અંદર કાંઈ હાડકું છે કે એ બોલતાં અટકે? | જીભ ગમે તેમ બોલી જાય પણ અટકાવી શકતી નથી. |
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં