Proverb | Meaning |
જેવો બીબીનો ગુસ્સો, તેવો મિયાંનો ઠોંસો | જેવો બીબીનો ઉશ્કેરાટ એવી બીબીને મિયાંની મારપીટ. |
જેવો માએ જણ્યો તેવો | દિગંબર જેવો. |
જેવો સંગ તેવો રંગ | સોબત તેવી અસર થાય. |
જેવો હનુમાન, તેવી પૂજા | દેવ તેવું પૂજાના ફૂલનું પડીકું. |
જેસાતેસા ભાવે નહિ, ને મનગમતા આવે નહિ | મળે તે રુચિવાળું ન હોય ને મનને રુચે તે પ્રાપ્ત થાય નહિ. |
જેસેકુ ઐસા મિલા, ધારીકુ મિલા નાઈ, ઉનને તુરતુરી બજાઈ, જો ઈનને આરસી બતાઈ | (ધારી જોગી) જોગી ને નાઈ મળ્યા. જોગીએ તુરતુરી વગાડી તો વાળંદે આરસી સામે ધરી. |
જેસેકુ તેસે મિલે, બમણકુ નાઈ, ઉસને બતાયા ટીપણા, તો ઈનને આરસી બતાઈ | જ્યોતિષીને વાળંદ મળ્યો. જ્યોતિષીએ ટીપણું કાઢ્યું તો વાળંદે આરસી ધરી. |
જેહાન ખખડે, ને દુનિયા વટવટે | ધરતી ધ્રૂજે અને લોકો રડવડતાં દોડે એવો ગજબનાક બનાવ. |
જૈસી દાનત હરામ પર, ઐસી હર પર હોય, ચલા જાવે વૈકુંઠમેં, પહેલાં ન પકડે કોય | ભ્રષ્ટ દાનતવાળાનો જયવારો ન થાય. |
જૈસી દૌર સમુદ્રકી, વૈસી મનકી દૌર, મનકી મનહીમેં રહી ભઈ ઔર કી ઔર | સમુદ્ર ને મનની ગતિ સરખી છે: ઊછળીઊછળીને અંદર જ સમાઈ જાય છે. |
જૈસે પારધી કે બને હૈ શિકાર, ઐસે પરરાજ કે તાબેદાર, ચૂડિયાં જૈસે બાજકી દરબાર, ઐસે પરરાજમેં અવતાર | (ચૂડિયાં ચૂડ; પકડ, બાજકી બાજપક્ષીની રિયાસતમાં) પરાયા રાજ્યમાં ન રહેવું. |
જૈસેકુ તૈસે મિલે, ખીરમાં પડી ખાંડ, તમે જાતની વેશ્યાઓ, તો અમે જાતના ભાંડ | તમે અમને છેતર્યા ને અમે તમને છેતર્યાં: તમે વેશ્યાઓ છતાં સારા ઘરની સ્ત્રીઓ બની પૂજા માટે આવ્યાં એમ અમે ભાંડ મટી તમને પૂજા કરાવનાર ઠગ બન્યા. |
જો કહું તો મા મારી જાય, ન કહું તો બાપ કુત્તા ખાય | કહી દઉં તો મા ને બાપ બંનેને નુકસાન થાય. |
જો ગધેડે મુલક લેવાય, તો ઘોડાને કોણ પૂછે? | ગધેડા સવારીના લશ્કરથી લડાય તો ઘોડાનો ભાવ કોણ પૂછે? |
જો થાય જતિ તોપણ છૂપે નહિ કર્મની રતિ | જતિ થાય તો પણ કર્મ છૂપે નહિ. કરમ ઢાંક્યાં રહે નહિ. |
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.