| Proverb | Meaning | 
| જો વરસે હાથિયો, તો મોતીએ પુરાય સથિયો | હસ્તિ નક્ષત્ર વરસે તો પાણીનાં મોટાં ટીપાં વરસતાં મોતીના સાથિયા પુરાતા જણાય છે. | 
| જો હોકો ખાય, તે ધોકો બી ખાય | મોટો ફાયદો મેળવવા જતાં માણસ નુકસાનીમાં પણ આવી પડે છે. | 
| જોઈએ એ કરો, પણ કરમમાં ત્રણ પવાલાં | (પવાલાં માપલાં) ભાગ્યમાં ત્રણ માપિયાં જેટલું મળવાનું હોય તો એટલું જ મળે. | 
| જોઈતું હતું ને વૈદે કહ્યું | ભાવતું હતું ને વૈદે કહ્યું. | 
| જોગનો ભોગ | ખરાબ યોગનું પરિણામ. | 
| જોગાજેભડ, તો કૂવાકાંઠે ખડ | ભડનામના નક્ષત્રનો વરસાદ કૂવાકાંઠે ઘાસચારો પેદા કરે છે. | 
| જોગી ચાલ્યા જાતરા, ને મેલી માયા માતરા | માયા માત્ર (બધી માયા) સંકેલીને સંન્યાસ લીધો. | 
| જોગી જુગત જાના નહિ, કપડે રંગે તો ક્યા હુએ | (જુગત રીત) ભગવાં પહેરી લીધે શું વળે જો સંન્યાસની રીતિનીતિની જાણકારી ન હોય તો? | 
| જોગી વજીર, ત્યાં તૂમડું, સાધુ જોગ | જોગીને વજીર બનાવ્યો હોય તો રાજ્યને તૂમડાનો (ભીખનો) જ દહાડો આવે. | 
| જોગીને વહાલાં તૂમડાં, ને ભોગીને વહાલો ભોગ, દાક્તરને વહાલાં ગૂમડાં, વૈદને વહાલો રોગ | સૌને સ્વાર્થ વહાલો. | 
| જોગે ધરાઈ, ભોગે ધરાઈ, કાખમાંનો છેડલો મૂક મારા ભાઈ | જોગ ને ભોગ બન્ને માણ્યા હવે તો માયાને બગલમાંથી (હૃદયમાંથી) છોડ. | 
| જોડાનાં માજમથી તે પાઘડીના ગાભા સુધી | જોડાની એડીથી પાઘડીના છેડા સુધી; સદંતર. | 
| જોડીમાં જૂ પડે, ને કચેરીમાં કચરો પડે જોડીમાં જૂ પડે, ને ઝાઝા સ્નેહ તે તૂટવાના, ને આછાં ચીર તે ફાટવાનાં | (જોડીમાં જૂ પડે જોડબંધીમાં સડો પડે.) જોડ કાયમ નહિ રહેવાની. | 
| જોડો પરખાય વાડમાં ને શૂરો પરખાય ધાડમાં | સમય આવ્યે જ માણસ કે વસ્તીની સાચી કિંમત થાય છે. | 
| જોણું, રોણું, ને વગોણું, એ ત્રણે ભેળાં હોય | તમાશો રડાકૂટ ને ફજેતો ત્રણે સાથે હોવાનાં. | 
 
            મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
 
            બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
 
            ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.