જ્યાં જાય ઉકો ત્યાં દરિયો સૂકો

Proverb Meaning
જ્યાં જાય ઉકો ત્યાં દરિયો સૂકો કમનસીબ વ્યક્તિને કમનસીબી બે ડગલાં આગળ જ મળી રહે.
જ્યાં જાય ઉકો ત્યાં સમુદ્ર સૂકો કમનસીબને કંઈ જ અનુકૂળ થતું નથી.
જ્યાં જાય ત્યાં કરમ બે ડગલાં આગળ ને આગળ કમનસીબ વ્યક્તિને બધે કમનસીબી જ મળે.
જ્યાં જાય ત્યાં વહાણનાં વહાણ નહિ તો કોટિચું પણ અટકી પડે (કોટિયું હોડકું; મછવો) કમભાગી વ્યક્તિનાં પગલાં પડે ત્યાં બધે વિનાશ જ થાય.
જ્યાં દેવ ત્યાં જાતરા શુભ અને સારા સ્થળની મુલાકાતે સૌ આવે.
જ્યાં દેવ ત્યાં જાત્રા શુભ અને સારા સ્થળની મુલાકાતે સૌ આવે.
જ્યાં ધણીધણિયાણી રાજી, ત્યાં શું કરે કોટવાળ કે કાજી? ઘરનાંની સંમતિ હોય ત્યાં ન્યાયાધીશનું પણ ન ઊપજે.
જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ કવિની કલ્પનાશક્તિને કોઈ સીમાડાઓ નડતા નથી.
જ્યાં પંચ ત્યાં પરમેશ્વર એકતામાં પ્રભુતાનો વાસ હોય છે.
જ્યાં મળી તાડી, ત્યાં છોડી ગાડી તાડી મળે ત્યાં ગાડી છોડી પીવા નીચે ઊતરવાનું.
જ્યાં મળી રોટી, ત્યાં પડ્યા લોટી ખાવા મળ્યું ત્યાં બેસી જવાનું.
જ્યાં મળ્યું ખાવા ત્યાં બાવોજી બેઠા બજાવા ખાવાનું જોયું કે બાવો ગાવા બજાવા બેસી પડ્યો.
જ્યાં મળ્યું જમવા, ત્યાં મારો સંભા (સંભા સંવા; સમુદાય; સંઘ; સમવાય) જમણ હોય ત્યાં મારે સંઘ સાથે જમવા જવાનું.
જ્યાં માથા દીઠ વેરો, ત્યાં તો કોઈને પણ મા તેડો જ્યાં માથાવેરો ત્યાં કોઈને ન તેડો.
જ્યાં રાંધે, ત્યાં દાઝે રાંધ્યું ત્યાં દાઝ્યું થાય જ.

Interactive Games

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Latest Ebook

Recent Blog

Social Presence

Other Alliances

GL Projects