Proverb | Meaning |
જબાનની વાધરી, જેમ ફરે તેમ પાધરી | જીભની દોરી આમ ફરે તેમ ફરે પછી સીધું બોલે. |
જબાનમાં આંતરી નહિ મળે | જે આવે તે બોલે. |
જબાનમાં શીળી તો મુલક ગીરી, જબાનમાં ઝેર તો મુલક સાથે વેર | (શીળી સામી વ્યક્તિને ઠારે તેવી વાણી) બીજાને ઠારનારી વાણી હોય તો સૌ કોઈના ઉપર રાજ્ય કરાય પણ જીભમાં ઝેર હોય તો બધા સાથે શત્રુતા થાય. |
જમ વિના છોકરાં ન મરે | જમ જ છોકરાંને મારે. |
જમ, જમાઈ ને જાચક કોઈના ન થાય | યમ, જમાઈ ને માગણ કોઈના ન થાય. |
જમ, જમાઈ ને જાચક કોઈનાં ના થાય | જમ, જમાઈ ને જાચક કોઈની શરમ રાખે નહીં. આ બધાંનાં વર્તન કેટલીકવાર આઘાત પહોચાડનારાં હોય છે. |
જમ, જમાઈ ને જાચક કોઈનાય ના થાય | યજમાન, જમાઈ અને માગણનું વર્તન સામી વ્યકિતને કયારેક આઘાત પહોંચાડે છે. |
જમણ જાય ને સગું દુભાય | લાભ ગુમાવવો પડે અને છતાં સંબંધો વણસે. |
જમણ જાય, ને સગાં દુભાય | જમવાનું નોતરું જતું ન કરવું. |
જમણ તો જમનાનું, મરણ તો કાશીનું | (ઝમણ ઝમવું તે; ઝરણ; જેમ કે ગાયનું મૂતર ઝરણ ગણી આચમન કરાય છે. ગંગાનું સ્થાન ને યમુનાનાં જળનું પાન કરાય છે.) આચમન યમુનાનું અને મરણ કાશીનું. |
જમણવાર છે, જમણધાડ નથી | શાંતિથી જમવાનું છે, લૂંટાલૂંટ કરવાની નથી. |
જમણે પગે અડ્યા, તો પરણી બૈયરને પગે પડ્યા | ચરણસ્પર્શ કર્યો તે પરણેતરને વધાવ્યા બરાબર. |
જમણે હાથે મૂકેલું ડાબે હાથે લઈ લે | એક હાથે મૂકે ને બીજા હાથે લઈ લે. (એવો કંજૂસ) |
જમણો ડાબો હાથ ફેરવવો | બેય હાથે ઉસેટવું. |
જમણો હાથ કરે તે જમણો હાથ પામે, ને ડાબો હાથ કરે તે ડાબો હાથ પામે | જે હાથ જે કરે તેનું ફળ તેને મળે. |
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.