પૈસા આવે સો સબ અક્કલ લાવે, પૈસા જાવે સો સબ અક્કલ જાવે

Proverb Meaning
પૈસા આવે સો સબ અક્કલ લાવે, પૈસા જાવે સો સબ અક્કલ જાવે પૈસો હોય તો અક્કલ હોય અને પૈસો જાય તો અક્કલ પણ જાય.
પૈસા કાંઈ ઝાડ પર પાકતા નથી પૈસાનું ઝાડ ન હોય.
પૈસા કાંઈ ઝાડે ઊતરે નહિ પૈસાનું ઝાડ ન હોય.
પૈસા ખર્ચીને દુખ વેઠવું પૈસા ખર્ચી અવસર માંડવો ને ઉપરથી દુખ મેળવવું.
પૈસા ધીરીને માગે તે દુશ્મન પૈસાથી સંબંધ બગડે; આપ્યા પછી માગે ત્યારે દુશ્મન લાગે.
પૈસા પાણીમાં નાખવા પૈસા ફોગટ જવા.
પૈસા બડી ખુશામત, પૈસા બડી સલામત, પૈસા બડી હજામત પૈસા સાથે જેમ સલામતી જોડાઈ છે તેમ ખુશામત પણ જોડાઈ છે; પૈસા મોટી માથાકૂટ છે.
પૈસા મળે ત્યારે સગાં પણ ઘણાં મળે પૈસાવાળાના સૌ સગા થવા આવે.
પૈસા મૂકવાની જગા મળે, પણ વાત કરવાની જગા નહિ મળે પૈસા સાચવવાનું સ્થળ મળે, પણ દિલ ખોલવાની જગ્યા ન મળે.
પૈસા વગરનું જીવતર બળ્યું નિર્ધનનું જીવ્યું બેકાર.
પૈસા વગરનો ઘેલો, ને સાબુ વગરનો મેલો પૈસો હોય તો ડાહ્યો ને ન હોય તો ગાંડો, સાબુ હોય તો ઊજળો ને ન હોય તો મેલો એના જેવું.
પૈસા હાથમાં, તો દોસ્ત સાથમાં પૈસા ખર્ચતો દેખાય એના સૌ દોસ્ત થવા દોડતા જાય.
પૈસા હોય તો રાજાની બહેન સાથે પણ પરણી શકાય શ્રીમંતાઈ હોય તો રાજાની બહેન સાથે પણ પરણાય.
પૈસા, તો કહે ભર મિજલસમાં હસ્યા, નહિ મળે પૈસા, તો કહે ભર મિજલસથી ખસ્યા પૈસા મળ્યા તો કહે ભરી સભામાં આનંદ થયો.
પૈસાદારના સૌ સાળા થાય, પણ ગરીબના કોઈ બનેવી પણ ન થાય શ્રીમંતના સાળા થવા સૌ તૈયાર પણ ગરીબની બહેન સાથે પરણવા કોઈ તૈયાર ન થાય.

Interactive Games

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Latest Ebook

Recent Blog

શબ્દ સૂચી

Social Presence

Other Alliances

GL Projects