પૈસો ગયો પાછો આવે પણ નોખ કે પત ગઈ પાછી ન આવે

Proverb Meaning
પૈસો ગયો પાછો આવે પણ નોખ કે પત ગઈ પાછી ન આવે ધન ગયેલું પાછું મળે પણ આબરૂ ગઈ કે વિશ્વાસ ગુમાવ્યો તે પરત ન આવે.
પૈસો જાય તેના પ્રાણ જાય પૈસો જાય ત્યારે પૈસાવાળાનો જીવ ગયા જેમ લાગે.
પૈસો જીરવવો કાંઈ સહેલું કામ નથી પૈસો જીરવવો અઘરું કામ છે.
પૈસો ટકો લેવો, ને મને શેઠ પટેલ કહેવો પૈસા લેવા હોય તો લો હું આપીશ પણ મને શેઠ કહી મારાં વખાણ કરો.
પૈસો દેખી મુનિવર ચળે પૈસો મુનિને પણ મોહ પમાડે.
પૈસો પગ કરીને જાય છે પૈસો સદાકાળ ટકતો નથી.
પૈસો પૈસોને વધારે પૈસો પૈસાને ખેંચે.
પૈસો બચાવ્યો તે પૈસો રળ્યા બરાબર છે બચત કરવી તે કમાણી કર્યા બરાબર છે.
પૈસો મારો પરમેશ્વર, ને બૈરી મારી ગુરુ, છૈયાં છોકરાં શાલિગ્રામ, તો કોની સેવા કરું? પૈસો, પત્ની, સંતતિ ત્રણે પ્રશંસનીય મળેલ છે તો કોને રાખું ને કોને છોડું?
પૈસો મારો પરમેશ્વર, બૈરી મારો ગુરુ, સાધુ સંત તો છૈયાં છોકરાં, સેવા કોની કરું? પૈસો, પત્ની, સંત અને સંતતિ એ ચારમાંની કોની સેવા કરું?
પૈસો વધતો જાય તેમ લોભ વધતો જાય પૈસો આવે તેમ લોભને પણ સાથે લાવે.
પૈસો વધે તેમ લોભ વધે પૈસો વધતો જાય એમ લોભીપણું પણ વધતું જાય.
પૈસો વેર કરાવે પૈસાની લેવડદેવડ અંતે તો વેર કરાવીને જ રહે.
પૈસો સૌને વહાલો છે પૈસો સૌને પ્રિય છે.
પૈસો હોય તેનાં છોકરાં ઘૂઘરે રમે પૈસાદારનાં છોકરાં સોનાના ઘૂઘરે રમે.

Interactive Games

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Latest Ebook

Recent Blog

Social Presence

Other Alliances

GL Projects