| Head Word | Concept | Meaning |
| પ્રસન્નતા | આલોક-10 અનુરાગ | સૌંદર્ય, પ્રેમભાવ, કરિશ્મા, દયા, લાલિત્ય, આકર્ષકતા, વૈભવ, વિલાસિતા, કામુકતા, વાસનાશીલતા, મંત્રશક્તિ, આહ્લાદકતા. |
| Head Word | Concept | Meaning | પ્રસન્નતા | આલોક-10 અનુરાગ | નામ: પ્રસન્નતા, રમ્યતા, ચારુતા, વિનોદ, સજીવતા, આનંદપ્રમોદ, જિંદાદિલી. | પ્રસન્નતા | આલોક-10 અનુરાગ | વિશે: આનંદપ્રદ, આહ્લાદક, સારું અને સુખદ્, આનંદપૂર્ણ, આનંદસભર્, ભ્રાતૃભાવપૂર્ણ, પ્રફુલ્લ, મધુર, મિષ્ઠ, મધ જેવું, તૃપ્તિકર, પરમાનંદપ્રદ, આનંદમય. | પ્રસન્નતા | આલોક-10 અનુરાગ | સુંદર, રોમાંચક, મોહક, પરમાનંદમય, બ્રહ્માનંદમય, પકડી રાખેલું, કામુક, વાસનાશીલ, લલચાવનારું, નિમંત્રક, ચિત્તહર, મનોહર, દિલ ચોરે તેવું, હ્દયને પકડી રાખે તેવું, પરમ સુખમય, સ્વર્ગીય સુખમય, સંપૂર્ણ આનંદમય, દિવ્ય, સંત-સદૃશ, ભવ્ય, સ્વર્ગીય, પારલૌકિક. | પ્રસન્નતા | આલોક-10 અનુરાગ | ક્રિયા: આનંદપ્રદ બનાવવું, પ્રસન્ન રહેવું-કરવું. | પ્રસન્નતા | આલોક-10 અનુરાગ | ક્રિ.વિ.: આનંદપૂર્વક, આહ્લાદપૂર્વક. | પ્રસન્નતા | આલોક-10 અનુરાગ | ઉક્તિ: આજ મારે હૈયે હરખ ન માય. પ્રસન્ન કરવાની કળા પ્રસન્ન રહેવામાં છુપાયેલી છે. પ્રસીદ, દેવેશ, જગન્નિવાસ. | સૌંદર્ય | આલોક-10 અનુરાગ | નામ: સૌંદર્ય, સુષમા, લાવણ્ય, સુંદરતા, સરસતા, શોભા, શ્રી, સૌંદર્યલહરી, હુસ્ન, નજાકત, કુદરતી સૌંદર્ય, અલંકૃત સૌંદર્ય, કૃત્રિમ સૌંદર્ય, ચારુતા, ભવ્યતા, દીપ્તિ, છબીલાપણું, કમનીયતા, સુંદરી, નમણાશ, નજાકત, સુકુમારતા, દેહના સુંદર વળાંક, દૈહિક લાવણ્ય. | સૌંદર્ય | આલોક-10 અનુરાગ | સૌંદર્યની તસવીર, સૌંદર્યનું કાવ્ય, સૌંદર્યસામ્રાજ્ઞી, કામિની, રૂપાળી સ્ત્રી, સૌંદર્યવૈભવ, અપ્સરાનું સૌંદર્ય, મોહિની, સૌંદર્યની ઝલક. | સૌંદર્ય | આલોક-10 અનુરાગ | સુખ્યાત સુંદર વ્યક્તિઓ; શકુન્તલા, ઉર્વશી, મેનકા, રાધા, નૂરજહાં, વિનસ, વિનસ ડી મિલો, એડોનિસ, એપોલો, નારસિસસ, હેલન (ઑફ ટ્રોય), કિલિઓપેટ્રા, હુરી, પરી, અપ્સરા. | સૌંદર્ય | આલોક-10 અનુરાગ | સૌંદર્યની સજાવટ, શણગાર, અલંકરણ, સોળ શૃંગાર, કેશગુંફન, નેત્રછાયા, 'કોલ્ડ ક્રીમ' 'લોશન', 'વેસલીન', 'આઇ-બ્રો' (ભ્રમર)ની પેન્સિલ, પફ, સૌંદર્ય પાર્લર (ગૃહ), બ્યુટી પાર્લર, સૌંદર્ય સેવિકા. | સૌંદર્ય | આલોક-10 અનુરાગ | વિશે: લાવણ્યમય, લાવણ્યવતી, નાજુક, લલિત, આકર્ષક, મોહક, નાજુક, સુકુમાર, કોમળ, સુકોમળ, કમનીય, તન્વી, શ્યામા, ગોરી, ગૌરી. | સૌંદર્ય | આલોક-10 અનુરાગ | ક્રિયા: લાવણ્ય હોવું, શોભા કરવી, શણગારવું, શૃંગાર સજવા, સૌંદર્યની આભા પ્રગટવી, અવર્ણનીય સૌંદર્ય હોવું. | સૌંદર્ય | આલોક-10 અનુરાગ | ક્રિ.વિ.: સૌંદર્યપૂર્વક, સુષમાપૂર્વક. | સૌંદર્ય | આલોક-10 અનુરાગ | ઉક્તિ: ક્ષણે ક્ષણે યન્નવતામુપૈતિ તદેવ રૂપં રમણીયતાયા: (ક્ષણે ક્ષણે જે નવલું બને છે તે રૂપ નિશ્વે રમણીયતાનું. …નો દીઠી પાતળી પરમાર રે, (લોકગીત),Ú તન્વી શ્યામા શિખરિદશના પકવ ખિંમ્બાધરોષ્ટી (મેઘદૂત), 'ભાર્યા' રૂપવતી શત્રુ:1 સૌંદર્ય પામતાં પહેલાં સૌંદર્ય નબવું પડે. (કલાપી) …સૌંદર્ય હોય ત્યાં શાશ્વત આનંદ હોય.Ú (કીટ્સ). |
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.