| Head Word | Concept | Meaning |
| આરામ | આલોક-20 સ્વૈચ્છિક કાર્ય | વિશે. : રજાને લગતું, તહેવારને લગતું, ધાર્મિક રજાને લગતું, નિરાંતવાળું, શાન્ત. |
| Head Word | Concept | Meaning | આરામ | આલોક-20 સ્વૈચ્છિક કાર્ય | નામ : આરામ, વિસામો, વિશ્રાન્તિ, રાહત, સુવાણ્ય, જંપ, વિરામનો સમય, વિશ્રાન્તિ-સમય, અંતર્વિરામ, બે અંક વચ્ચેનો ગાળો, વિષ્કંભક, અંત:પ્રવેશ, પ્રવેશક, લાદેલો વિરામ, સુખદ કલાક. | આરામ | આલોક-20 સ્વૈચ્છિક કાર્ય | રજા, રજાનો દિવસ, ફરજ પરથી મુક્તિનો દિવસ ('ઑફ'), વિજયદિન, આનંદદિન, તહેવાર, પર્વ, ઉત્સવદિન, કાયદેસરની રજા, પવિત્ર દિન, આરામનો દિવસ, બેસતું વર્ષ, પ્રથમ દિવસ, ભગવાનનો દિવસ, રવિવાર, અગવો, ધાર્મિક દિવસ, વેકેશન, શાળા- કૉલેજ- કોર્ટમાં વગેરેમાં લાંબા ગાળાની છૂટ્ટીનો સમય, ફરજ પરથી છૂટ્ટી, આરામની રજા (ધાર્મિક દ્રષ્ટિએ), (ખિ્રસ્તીઓને રવિવાર) (હિંદુ કારીગરોમાં અમાસ), નોકરીમાં ગેરહાજર રહેવાની પરવાનગી ('ફેલો'), સ્વતંત્રતા. | આરામ | આલોક-20 સ્વૈચ્છિક કાર્ય | ક્રિયા : આરામ કરવો, વિશ્રામ કરવો, વિશ્રાન્તિ લેવી, સૂઈ જવું, પડયા રહેવું, સૂતા રહેવું, પલંગ પર પડયા રહેવું, નિરુદ્યમીપણું, સમય ગાળવો, નિરાંતે આંટા મારવા, વિરામ લેવો, અંતર્વિરામ હોવો, આરામનો દિવસ રાખવો, શ્વાસ લેવા અટકવું, અંતરાલમાં બહાર જવું, વિશ્રામ કરવો, નિરાંત કરવી, લાંબી રજાઓ હોવી, રવિવારની રજા હોવી, ધાર્મિક દિવસની રજા લેવી, રજા પર ઊતરવું. | આરામ | આલોક-20 સ્વૈચ્છિક કાર્ય | ક્રિ.વિ. : નિરાંતપૂર્વક, આરામપૂર્વક. | આરામ | આલોક-20 સ્વૈચ્છિક કાર્ય | ઉક્તિ : આરામ હરામ હૈ. | આરામ | આલોક-20 સ્વૈચ્છિક કાર્ય | અઠે હી દ્વારીકા. |
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં