પ્રસિદ્ધ લેખક શ્રી ધ્રુવ ભટ્ટની ‘તિમિરપંથી’ નવલકથા 2015માં પ્રગટ થઈ છે. આ નવલકથામાં કળાની અનોખી વાત રજૂ કરવામાં આવી છે. કળા પણ શાની? ચોરીની. ચોરીની કળા સાથે સંબંધ ધરાવતા લોકોની આ કથા લેખકે પોતાની આગવી શૈલીથી રજૂ કરી છે એટલે નવલકથા વાંચવાની શરૂઆત કર્યા પછી વાચક પાસે એક જ વિકલ્પ રહે છે, નવલકથા પૂરી કરવાનો. .. Read More
ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત અને ભગવતીકુમાર શર્મા દ્વારા લિખિત આ નવલકથાની પ્રથમ આવૃત્તિ આદર્શ પ્રકાશન દ્વારા 1981માં બહાર પડી, ત્યારબાદ 1992, 2004 અને 2012માં તેની દ્વિતિય, તૃતીય અને ચતુર્થ આવૃત્તિ બહાર પડી. અશ્વ, સર્પ અને અશ્વસ્થ એમ ત્રણ ખંડો અને છપ્પન જેટલાં નાના મોટા પ્રકરણોમાં વહેંચાયેલી આ નવલકથા એટલે ઊર્ધ્વમૂલ જેનો અર્થ થાય છે .. Read More
રાવજી પટેલની નવલકથા ‘ઝંઝા’ 1966માં પ્રગટ થઈ છે. આ નવલકથાનો નાયક પૃથ્વી નામનો યુવાન છે. એનો પરિવાર પૈસે ટકે સુખી છે, પરંતુ પૃથ્વીને એ સુખ મંજૂર નથી. એને એકને એક પ્રકારનું જીવન જીવવાનું ગમતું નથી. એને મનની ઝીણામાં ઝીણી વાત વ્યક્ત થઈ શકે એવું જીવન જીવવું છે. આથી એ પોતાનું ઘર છોડીને ભાડાની એક ઓરડીમાં .. Read More
ઈ.સ ૧૯૫૬માં ખુશવંતસિંહે તેમની ચિરજયી ક્લાસિક કૃતિ ‘ટ્રેન ટુ પાકિસ્તાન’ લખી. ગુજરાતીમાં આ પુસ્તકનો અનુવાદ જય મકવાણાએ કર્યો છે. આ સમયગાળા વખતે અખંડ ભારત ભારત અને પાકિસ્તાન એમ બે દેશોમાં વિભાજીત થઈ ગયા હતા અને તે વાતને લગભગ છ વર્ષનો સમયગાળો થઈ ગયો હતો. આ નવલકથાના લેખક ખુશવંતસિંહે ઓલ ઇન્ડિયા રેડિયોમાં પત્રકાર તરીકે કારકિર્દીનો પ્રારંભ .. Read More
હિન્દી અને ગુજરાતી ફિલ્મો તથા નાટકોમાં ચરિત્ર અભિનેતા અને દિગ્દર્શક તરીકે પોતાની આગવી ઓળખ ઊભી કરનાર કે.કે. એટલે કે કૃષ્ણકાંત ભૂખણવાલાની છ દાયકાની ફિલ્મી સફરના સંભારણાંની સફર એટલે ‘ગુઝરા હુઆ ઝમાના’. ‘ગુજરાતમિત્ર’માં ધારાવાહિક સ્વરૂપે પ્રકાશિત મૂળ પંચોતેર હપતાની શ્રેણીનાં લખાણોને નવેસરથી મઠારીને અને જરૂર જણાઈ ત્યાં કેટલાંક પ્રસંગોને ઉમેરીને તેને પુસ્તકાકાર આપવામાં આવ્યો છે. હિન્દી .. Read More
કાજલ ઓઝા વૈદ્ય દ્વારા લિખિત આ પહેલી બોલ્ડ નવલકથા છે. આ નવલકથાની નાયિકા પોતાના પતિને અનહદ ચાહે છે. સુખ, સગવડ, સંપત્તિ એની પાસે હોય છે. તેનું હૃદય એના પતિ આદિ માટે ધબકતું હોય છે અને શ્વાસ એના પ્રેમી શૈલરાજસિંહને ઝંખે છે. અહીં એવી સ્ત્રીના પ્રણયની સંવેદનશીલ વાત રજૂ કરવામાં આવી છે કે જેને પતિ અને .. Read More
‘સવાયા ગુજરાતી’ તરીકે ઓળખાતા ગુજરાતના માનીતા લેખક કાકાસાહેબ કાલેલકરના નાનપણનાં પ્રસંગોને તેમની જ કલમે સંભારણાંરૂપે આ પુસ્તકમાં રજૂ કરાયાં છે. તેમના જ કહેવા મુજબ આ સ્મરણયાત્રા આત્મચરિત્ર નથી પરંતુ તેમના બાળપણના અનુભવોની તેમજ તે વખતે તેમણે અનુભવેલી લાગણીઓ, મુગ્ધ મૂંઝવણો, ગુણદોષ, જયપરાજય, ક્ષુદ્ર અહંકાર અને સહજ સ્વાર્થત્યાગ જેવી ભાવનાઓની નિખાલસ અને નિ:સંકોચ રજૂઆત છે. 73 .. Read More
કૃષ્ણાયન એ પ્રસિદ્ધ ગુજરાતી લેખિકા કાજલ ઓઝા વૈદ્ય દ્વારા રચિત ખૂબ વંચાયેલુ, વખણાયેલું પુસ્તક છે. લેખિકા કહે છે કે, કૃષ્ણના જીવનની ત્રણ સ્ત્રીઓ : તેમની પ્રેમિકા – રાધા, સખી – દ્રૌપદી અને પત્ની – રૂકમણી તેમના વિષે શું મનાતી એવું કુતુહુલ એમને હંમેશા રહેતું અને એ કુતુહલથી પ્રેરાઈને થયેલું સર્જન એટલે કૃષ્ણાયન. હિરણ્ય, કપિલા અને .. Read More
સિદ્ધહસ્ત ગુજરાતી લેખિકા કાજલ ઓઝા વૈદ્યનો નારીસંબંધોને ઉજાગર કરતાં 44 લેખોનો સંગ્રહ એટલે સર્ચલાઈટ. લાગણીની ભીની ભીની વાતો, તેના ઋજુ-કઠોર ભાવોનું પ્રતિબિંબ, ટીનએજની આકાંક્ષાઓ, બે જનરેશન વચ્ચેની સંવાદિતા અને વિસંવાદિતા, સ્ત્રીપુરુષ સંબંધોની સંવેદનાના તાર ઝંકૃત કરતી ગુફતેગો, લગ્નેતર સંબંધોની છણાવટ, માતૃત્વ- પિતૃત્વના અગમ ઉંડાણ, સાસુ-વહુના સંબંધો, સાસુ-જમાઈના સંબંધો – એના પર સર્ચલાઈટ ફેંકી વાચકને જકડી .. Read More
‘ધી ઓલમાઇટી’, ‘ધ સેવન્થ સિક્રેટ’, ‘ધી આર ડોક્યુમેન્ટ’, ‘ધ સેકન્ડ લેડી’, ‘ધ પ્રાઇસ’ જેવી અનેક સફળ નવલકથાઓ લખનાર અમેરિકન લેખક ઇરવિંગ વૉલેસનું આ પુસ્તક ‘ધ મેન’ ઈ.સ. 1964માં પ્રકાશિત કરવામાં આવ્યું. રંગભેદના એ સમયમાં લગભગ અશક્ય એવી એક નીગ્રોની અમેરિકાના પ્રેસિડેન્ટ બનવાની ઘટનાને અહીં નિરૂપવામાં આવી છે. અનેક મુશ્કેલીઓ હેઠળ પણ એનું સફળ રાષ્ટ્રપતિ તરીકે .. Read More
એવી કોઈ શાળા હોઈ શકે કે જ્યાં બાળકોને વર્ગ ભરવા ફરજિયાત ન હોય? પોતાને ફાવે એ ઠીક કરવા માટે બાળકો સ્વતંત્ર હોય? બાળકો પર કોઈ જાતની શિસ્ત થોપવામાં ન આવતી હોય? શાળાના નિયમો સુદ્ધાં બાળકો જાતે જ બનાવતાં હોય? આ નિયમો તોડનારનો દંડ પણ બાળકો જ નક્કી કરતાં હોય? અને આ શાળામાં તાસ શરૂ કે .. Read More
ભારતના ‘લોખંડી પુરુષ’ તરીકેની વિશિષ્ટ ઓળખ ધરાવતા અખંડ ભારતના રચયિતા એવા સરદાર વલ્લભભાઈ પટેલ વિશે અત્યાર સુધીમાં ઘણું કહેવાયું અને લખાયું છે. પણ સરદારના વ્યક્તિત્વનાં કેટલાંક એવાં પાસાં છે, જે આજદિન સુધી લોકોથી અજાણ્યાં જ રહ્યા છે. આવાં દરેક પાસાંને આવરી લેતું જાણીતા પત્રકાર ઉર્વીશ કોઠારીએ લખેલું આ પુસ્તક સરદારના વ્યક્તિત્વનું અલગ જ દૃષ્ટિકોણથી સર્વાંગી .. Read More
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.