| 1 |
|
पुं. |
અગિયાર આંગળ લાંબી એક જાતની વાંસળી. તે ઉત્તમ ગણાય છે અને તેના દેવતા રુદ્ર મનાય છે.
|
| 2 |
|
पुं. |
( કાવ્ય ) અઠ્ઠાવન માંહેનો એ નામનો એક જાતનો વર્ણાલંકાર.
|
| 3 |
[ સં. નંદ્ ( પ્રસન્ન થવું ) ] |
पुं. |
આનંદ; હર્ષ; પ્રસન્નતા.
|
| 4 |
|
पुं. |
( જૈન ) આવતી ચોવીશીમાં થનાર એ નામના પ્રથમ વાસુદેવ.
|
| 5 |
|
पुं. |
( પિંગળ ) એ નામનો એક અર્ધસમજાતિ માત્રામેળ છંદ. તેના વિષમપાદમાં અગિયાર અને સમપાદમાં આઠ માત્રા હોય છે. તેના પ્રથમ રૂપમાં ૧૬ ગુરુ અને ૬ લઘુ આવે અને અંત્ય રૂપમાં ૨ ગુરુ અને ૩૪ લઘુ કાયમ રહે. આ પ્રમાણે ગુરુલઘુની વધઘટમાં તેના ૧૫ ભેદ થાય છે.
|
| 6 |
[ સં. ] |
पुं. |
એ નામનો એક ક્ષત્રિય રાજા.
|
| 7 |
|
पुं. |
એ નામનો એક યાદવ.
|
| 8 |
|
पुं. |
( પુરાણ ) એ નામનો એક સર્પ.
|
| 9 |
|
पुं. |
એક જાતનો વાંસ.
|
| 10 |
|
पुं. |
એક પ્રકારનું મૃદંગ; ઢોલ.
|
| 11 |
|
पुं. |
એક પ્રકારનો બ્રહ્મચારી.
|
| 12 |
|
पुं. |
( પિગંળ ) એક પ્રચૂર્ણગીતિ માત્રામેળ છંદ. તેમાં ૨૮ ગુરુ અને ૮લઘુ મળી ૩૬ અક્ષર અને ૬૪ માત્રા હોય છે.
|
| 13 |
|
पुं. |
( પિંગળ ) એક સમવૃત્ત વર્ણમેળ છંદ. તે વર્ણદંડક કહેવાય છે. તેમાં બે નગણ અને ચોત્રીશ રગણ મળી એકસોઆઠ વર્ણ હોય છે.
|
| 14 |
|
पुं. |
કાર્તિક સ્વામીનો એ નામનો એક અનુચર.
|
| 15 |
|
पुं. |
( પુરાણ ) ક્રૌચદ્વીપના સાત માંહેનો એ નામનો એક પર્વત.
ઉપયોગ
શુક્લ, વર્ધમાન, ભોજન, ઉપબર્હણ, નંદ, નંદન અને સર્વતોભદ્ર એ નામના ક્રૌચદ્વીપના સાત પર્વતો છે. – ભગવતી ભાગવત
|
| 16 |
|
पुं. |
ચાર માંહેના એક પ્રકારનો કુંડ; પ્રતિભદ્ર સહિત કુંડ.
|
| 17 |
|
पुं. |
( પિંગળ ) જગણવાળા સ્કંધકની જાતનો એક અર્ધસમજાતિ માત્રામેળ છંદ. તેમાં ત્રીશ ગુરુ અને ચાર લઘુ મળી ચોત્રીશ વર્ણ અને ચોસઠ માત્રા હોય છે.
|
| 18 |
|
पुं. |
દશ માંહેના એક પ્રકારનો કૂવો. તે બાર હાથની પહોળાઈનો હોય છે.
|
| 19 |
|
पुं. |
દીકરો; પુત્ર; નંદન.
ઉપયોગ
સૂનુ અપત્ય આત્મજ, સુત તનુજ તનય ને તાત; નંદ નંદ ગોવિંદથી, ન કર ગર્વની વાત. – પિંગળલઘુકોષ
|
| 20 |
|
पुं. |
( પુરાણ ) દુર્યોધન પક્ષનો એ નામનો એક યોદ્ધો.
|
| 21 |
|
पुं. |
દેડકો; મેડક.
|
| 22 |
|
पुं. |
( પુરાણ ) ધૃતરાષ્ટ્રના સો માંહેનો એ નામનો એક દીકરો.
|
| 23 |
|
पुं. |
( પુરાણ ) નવ માંહેનો એ નામનો એક નિધિ.
|
| 24 |
|
पुं. |
નવની સંજ્ઞાવાચક શબ્દ.
|
| 25 |
|
पुं. |
પરમેશ્વર; સચ્ચિદાનંદ પરમેશ્વર.
|
| 26 |
|
पुं. |
( પિંગળ ) પ્રતિષ્ઠાની જાતનો એક સમવૃત્ત વર્ણમેળ છંદ. તેના દરેક ચરણમાં રગણ અને ગુરુ મળી ચાર અક્ષર હોય છે.
ઉપયોગ
|
| 27 |
|
पुं. |
બુદ્ધનો એ નામનો એક ઓરમાન ભાઈ. બુદ્ધે બોધિજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી કપિલવસ્તુ આવી તેને દીક્ષા આપી હતી. જ્યારે તે બુદ્ધની સાથે રહેતો હતો, ત્યારે એક વાર પોતાની સ્ત્રી ભદ્રાને જોવા માટે પાછો જવા માગતો હતો, પણ બુદ્ધે તેને જવા દીધો ન હતો. બુદ્ધે તેને ભિક્ષુ બનાવી, સાંસારિક બંધનોથી છોડાવી સ્વર્ગ અને નરકનાં દૃશ્યો દેખાડ્યાં હતાં.
|
| 28 |
|
पुं. |
મગધ દેશનો એ નામનો એક મોટો રાજા. તેના સરદાર ચંદ્રગુપ્તે તેને મારી મૌર્યવંશનું રાજ્ય સ્થાપ્યું હતું.
|
| 29 |
|
पुं. |
મગધ દેશનો એક પ્રાચીન રાજવંશ; ભરતખંડનો એક હિંદુ રાજવંશ. તે વિક્રમ સંવત પૂર્વે ૨૫૦મા વર્ષ સુધી રહ્યો હતો. તેની પછી મૌર્યવંશનું રાજ્ય થયું હતું.
|
| 30 |
|
पुं. |
યજ્ઞેશ્વરનો એ નામનો એક અનુચર.
|
| 31 |
|
पुं. |
( પિંગળ ) રાયવસ્તુની જાતનો એક વિષમજાતિ માત્રામેળ છંદ તેમાં ૨૨ ગુરુ અને ૪૦ લઘુ મળી ૬૨ અક્ષર અને ૮૪ માત્રા હોય છે.
|
| 32 |
|
पुं. |
લોઢાનું આસન.
|
| 33 |
|
पुं. |
( પુરાણ ) વસુદેવનો વૃકદેવીને થયેલો એ નામનો એક દીકરો.
|
| 34 |
|
पुं. |
( પુરાણ ) વસુદેવનો મદિરા નામની સ્ત્રીથી ઉત્પન્ન થયેલ એ નામનો એક દીકરો.
|
| 35 |
|
पुं. |
વાણિયો; વાણિયાને ટૂંકાક્ષરી વાણીમાં અપાયેલું એક નામ.
|
| 36 |
|
पुं. |
વિષ્ણુના હજાર માંહેનું એક નામ. નંદ એટલે સંપત્તિ. આનંદ ઉપજાવનારી સંપત્તિવાળા હોવાથી. સર્વ પ્રકારની સિદ્ધિઓથી સંપન્ન હોવાથી અને નવ નંદોમાં નંદરાય હોવાથી તે નંદ કહેવાય છે.
|
| 37 |
|
पुं. |
( પુરાણ ) વિષ્ણુનો એ નામનો એક મુખ્ય પાર્ષદ.
|
| 38 |
|
पुं. |
શ્રીકૃષ્ણ.
|
| 39 |
|
पुं. |
શ્રીકૃષ્ણના પાલક પિતાનું નામ; શ્રીકૃષ્ણને ઉછેરનાર ગોકુળનો મુખી; ગોકુળમાંના સઘળા ગોપનો સ્વામી. એ કૃષ્ણના પિતા વસુદેવનો પરમ મિત્ર હતો, માટે જ વસુદેવે પોતાની એક સ્ત્રી રોહિણી અને પછીથી પોતાનો પુત્ર કૃષ્ણ એને ત્યાં રાખ્યાં હતાં. આ નંદને યશોદા નામે સ્ત્રી હતી.
|
| 40 |
|
पुं. |
સંપત્તિ.
|
| 41 |
|
पुं. |
( સંગીત ) સિતાર બજાવવામાં ઉપયોગી સાત માંહેનો એક અંલકાર; જેમાં શરૂઆતનો સ્વર, પછી બીજો અને ત્રીજો, પાછો શરૂઆતનો સ્વર એવી રીતે બધા બબ્બે વખત લેવાય તેવો અંલકાર; પ્રસન્નાંત. તેના સ્વરોઃ

|
| 42 |
|
पुं. |
( પિગંળ ) સોરઠાની જાતનો એક અર્ધસમજાતિ માત્રામેળ છંદ. તેમાં ૧૫ ગુરુ અને ૧૮ લઘુ મળી ૩૩ વર્ણ અને ૪૮ માત્રા હોય છે.
|
| 43 |
|
पुं. |
( સંગીત ) હનુમંત મત પ્રમાણે માલકોશ રાગના આઠ માંહેનો એક પુત્ર. આ રાગ અપ્રસિદ્ધ ગણાય છે.
|
| 44 |
|
पुं. |
હુંપદ; અહંકાર; મદ.
|
| 45 |
[ સં. નનાંદ ] |
पुं. |
નણંદ; પતિની બહેન.
રૂઢિપ્રયોગ
નંદનો ભાઈ-વીર = પતિ; વર; ધણી. સ્ત્રી શરમને લીધે પોતાના પતિનું નામ લઈ શકતી નથી, માટે આમ કહી બોલાવે છે.
|
| 46 |
|
स्त्री. |
( સંગીત ) નારદ મત પ્રમાણે શારીરવીણાના ગ્રામની એક મૂર્છના.
|
| 47 |
|
स्त्री. |
માટીનું મોટું વાસણ; નાંદ.
|
| 48 |
|
न. |
( શિલ્પ ) ખાલી ખૂણાની રચનાવાળું નગર; વીશ માંહેનું એક જાતનું નગર.
|
| 49 |
|
न. |
( શિલ્પ ) જેને દક્ષિણે તથા પૂર્વે અકેક અલિંદ હોય એવું સોળ માંહેનું એક જાતનું ઘર.
|
| 50 |
|
न. |
લાખનું આસન.
|
| 51 |
|
वि. |
નવ. નંદ ૯ હોવાથી તેમાંથી ૯ જાતની અટકના આહેર થયા કહેવાય છે. જેવા કે, ધરાનંદ, ઉપનંદ, સોનાગણનંદ, અજાનંદ, ઉજાગરનંદ, પશુપાલનંદ, નરીજનંદ, કુરમાનંદ અને ધરમાનંદ.
રૂઢિપ્રયોગ
નંદ ખંડ = નવ ખંડ. જેવા કે, ઇંદ્ર, શૈલ, તામ્ર, ગભસ્તિ, નાગ, સૌમ્ય, ચારણ, ગાંધર્વ અને ભર્ત.
|
| 52 |
|
वि. |
લુચ્ચું.
|
| 53 |
|
वि. |
હોશિયાર; ચાલાક.
|