| 1 |
[ સં. સંવત્ ] |
पुं. |
વરસ; સાલ; વર્ષ; સંવત્સર. સંવત શબ્દ સંવત્સર શબ્દનું સંક્ષિપ્ત રૂપ છે અને તેનો અર્થ વર્ષ થાય છે. તેનું અતિ સંક્ષિપ્ત રૂપ સં. છે, પણ કોઈ કોઈ વાર સંવ. અને સ. પણ સાહિત્યમાં મળી આવે છે. સંવત એટલે માત્ર વિક્રમસંવત જ માની લેવાનો નથી, તે તો ભારતીય દરેક પ્રકારના સંવત્સરો સૂચવે છે. ભારતીય સંવત ૩૪ છેઃ (૧) સપ્તર્ષિ સંવત, (૨) કલિયુગ સંવત, (૩) વીરનિર્વાણ સંવત, (૪) બુદ્ધિનિર્વાણ સંવત, (૫) મૌર્ય સંવત, (૬) સેલ્યુકિડિ સંવત, (૭) વિક્રમ સંવત, (૮) શક સંવત, (૯) કલમુરિ સંવત, (૧૦) ગુપ્ત સંવત, (૧૧) ગાંગેય સંવત, (૧૨) હર્ષ સંવત, (૧૩) ભાટિક સંવત, (૧૪) કોલ્લમ સંવત, (૧૫) નેવાર સંવત, (૧૬) ચાલુક્ય વિક્રમ સંવત, (૧૭) સિંહ સંવત, (૧૮) લક્ષ્મણસેન સંવત, (૧૯) પુડુવૈપ્યુ સંવત, (૨૦) રાજ્યાભિષેક સંવત, (૨૧) બાર્હસ્પત્ય સંવત્સર ( બાર વર્ષનો ), (૨૨) બાર્હસ્પત્ય સંવત્સર ( સાઠ વર્ષનો ), (૨૩) ગૃહપરિવૃત્તિ સંવત્સર, (૨૪) સૌર વર્ષ (૨૫) ચાંદ્ર વર્ષ, (૨૬) હિજરી સન, (૨૭) શાહૂર સન, (૨૮) ફસલી સન, (૨૯) વિલાયતી સન, (૩૦) અમલી સન, (૩૧) બંગાલી સન, (૩૨) મગિ સન, (૩૩) ઈલાહી સન અને (૩૪) ઈસ્વીસન. ભારતવર્ષમાં ભિન્ન ભિન્ન પ્રદેશોમાં સમય સમયે ઉપર મુજબ ભિન્ન ભિન્ન સંવતો ચાલતા જણાય છે.
|