21 ફેબ્રુઆરી – વિશ્વ માતૃભાષા દિન – માતૃભાષા અભિયાન
21 ફેબ્રુઆરી – વિશ્વ માતૃભાષા દિન – માતૃભાષા અભિયાન

ગુજરાત પાસે સાંસ્કૃતિક અને ઐતિહાસિક વૈભવી વારસો લગભગ હજાર વર્ષ જેટલો પ્રાચીન છે, જેની અભિવ્યક્તિનું માધ્યમ ગુજરાતી ભાષા રહ્યું છે. અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયાને અડધી સદીથી વધુ સમય વિત્યા બાદ પણ ગુજરાતમાં શૈક્ષણિક, રાજકીય, વહીવટી અને સરકારી અને સંશોધનાત્મક જેવા તમામ મહત્ત્વના ક્ષેત્રોમાં ગુજરાતી ભાષાનું મહત્ત્વ ઓછું થતું રહ્યું અને અંગ્રેજી ભાષાનું પ્રભુત્વ વધતું રહ્યું. વૈશ્વિકીકરણ અને ઉદારીકરણના પડકારોને પહોંચી વળવા માટે ભારતીય પ્રાદેશિક ભાષાઓ જાણે ઉણી ઉતરી. પાશ્ચાત્ય સાંસ્કૃતિક અને સામાજિક આક્રમણને કારણે દૃશ્ય-શ્રાવ્ય માધ્યમો દ્વારા ગુજરાતી ભાષા ઉપરાંત ગુજરાતી સંસ્કૃતિ અને પરંપરાની અવગણના થતી રહી છે. જાણ્યે-અજાણ્યે આજે આપણે પોતે જ પોતાની ઓળખ ગુમાવી રહ્યા છીએ. આ અનુસંધાન પ્રતિ નિસબત અને નિષ્ઠા દર્શાવવાનો સમય પાકી ગયો છે. અંગ્રેજી ભાષાનું મહત્ત્વ સહેજ પણ ઓછું આંકવાનો આશય નથી. ઊલટાનું ગુજરાતી ભાષાનું સારું જ્ઞાન અંગ્રેજી ભાષાની જાણકારી સરળ બનાવશે એવો પણ એક મત છે.

Gujaratilexicon
GL Team
February 17 2013
કાઉન્ટરપૉઈન્ટ – હવે લખતાં નહીં; બોલતાં લહિયો થવાશે
કાઉન્ટરપૉઈન્ટ – હવે લખતાં નહીં; બોલતાં લહિયો થવાશે

ભાષા મૂળે તો ધ્વન્યાત્મક, એટલે કે બોલવાની અને સાંભળવાની. બોલનાર પોતાના મનમાંના વિચાર કે ભાવનો અનુવાદ ભાષામાં કરે. બોલનારના શબ્દો સાંભળી તે ભાષા જાણતો શ્રોતા તેનો ફરી વિચાર કે ભાવમાં અનુવાદ કરે. આ બેવડા અનુવાદનું બીજું નામ તે ‘અર્થ.’ કોઈ પણ ભાષામાં શબ્દ અને અર્થ બંને સાથે સાથે ચાલે. પણ બોલાતા શબ્દનું આયુષ્ય સાવ ટૂંકુ, ક્ષણજીવી. ભાષાને લાંબુ આયુષ્ય આપવા માટેની એક તરકીબ શોધાઈ તે લિપિ. પણ લિપિ આવી તેની સાથે ભાષા કાનની ભાષા ઉપરાંત આંખની ભાષા બની. સાંભળવા ઉપરાંત વાંચવા માટેની ભાષા બની. તો બીજી બાજુ સ્થળ અને કાળના બંધનોથી કેટલેક અંશે ભાષા મુક્ત બની.

Gujaratilexicon
pqdc0a909aafcd2b92a165efb9bcf79ddd42e5b906pq pq87fc1335e9098e92156c6333f911e7954b985b15pq
September 07 2012
ગુજરાતીલેક્સિકોન તરફથી ફોન્ટ રસિકો માટે એક નવું નજરાણું
ગુજરાતીલેક્સિકોન તરફથી ફોન્ટ રસિકો માટે એક નવું નજરાણું

‘ગુજરાતીલેક્સિકોન’ના રચયિતા શ્રી રતિલાલ ચંદરયાએ વર્ષો પહેલાં, જ્યારે ‘ગુજરાતી યુનિકોડ ફોન્ટ’ એવા શબ્દોયે કોઈએ સાંભળ્યા નહોતા ત્યારે, એક સ્વપ્ન જોયેલું કે એક સર્વ સુવિધાયુક્ત સર્વોત્તમ ગુજરાતી ફોન્ટ બનાવવો જે ગુજરાતી લિપિની બધી જ ખૂબીઓ અને વિવિધતાઓ ધરાવતો હોય (દા.ત. બધા જ અક્ષરો, જોડાક્ષરો, વિરામચિહ્નો, વિશિષ્ટ ચિહ્નો વગેરે). એમના સ્વપ્નના આ નોનયુનિકોડ કલાપી ફોન્ટ પર અત્યાર સુધીમાં અનેક લોકોએ પોતાની સજ્જતાથી કામગીરી કરી અને જ્યારે ‘કલાપી’ ફોન્ટ આખરી રૂપ પામ્યો ત્યારે તે ગુજરાતી ભાષાનો એક સર્વોત્તમ ફોન્ટ હતો. લેક્સિકોનની શરૂઆતની તે વેળાની સઘળી એન્ટ્રી આ નોનયુનિકોડ ‘કલાપી’ ફોન્ટમાં કરવામાં આવેલી.

Gujaratilexicon
GL Team
July 11 2012
૨૧ ફેબ્રુઆરી આંતરરાષ્ટ્રીય ભાષાદિન
૨૧ ફેબ્રુઆરી આંતરરાષ્ટ્રીય ભાષાદિન

૧૯૯૯ નવેમ્બરમાં યુનેસ્કોએ માતૃભાષા ઉજવવાનું નક્કી કર્યું. જે ફેબ્રુઆરી, ૨૦૦૦થી દર વર્ષે મનાવવામાં આવે છે. જે પાછળનો મુખ્ય ઉદ્દેશ ભાષા અને સંસ્કૃતિની વિવિધતાને સન્માન આપવું તથા બહુભાષાવાદને પ્રોત્સાહન આપવું. દુનિયાની ૭૦૦૦થી પણ વધુ ભાષામાંથી અડધી ખલાસ થવાની તૈયારીમાં છે ત્યારે જે ભાષા લઘુમતીમાં છે તેના સંરક્ષણ માટે, દુનિયાની વિવિધ સંસ્કૃતિ ધરાવતા લોકો વચ્ચે સંવાદ અને સંપર્ક સાધવા તથા તેમને સમજવા માટે. દરેક સમાજની મૂર્ત કે અમૂર્ત ધરોહરને જીવંત રાખવા માટેનું સક્ષણ સાધન જો કોઈ હોય તો તે માતૃભાષા છે. આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ એ હકીકતમાં માતૃભાષા માટે આંદોલન દિવસ છે.

Gujaratilexicon
pqdc0a909aafcd2b92a165efb9bcf79ddd42e5b906pq pq87fc1335e9098e92156c6333f911e7954b985b15pq
February 21 2011

Most popular

Interactive Games

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Latest Ebook

Recent Blog

Latest Video

,

ડિસેમ્બર , 2024

મંગળવાર

3

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

Social Presence

GL Projects