પારિજાતનો પરિસંવાદ – ડૉ. કુમારપાળ દેસાઈ
પારિજાતનો પરિસંવાદ – ડૉ. કુમારપાળ દેસાઈ

એકાણુમાં વર્ષે પણ રતિભાઈ ચંદરયાનો માતૃભાષા ગુજરાતી ભાષા માટેનો પ્રેમ અડગ અને અણનમ છે. બધિરતાને કારણે કાને સહેજે સાંભળી શકતા નથી. અમુક દિવસના ગાળા બાદ નિયમિત રૃપે ડાયાલિસિસ કરાવવું પડે છે. આંખે પણ પ્રમાણમાં ઓછું જોઈ શકે છે. શરીર આવું જીર્ણ બન્યું છે, પણ એમનો ઉત્સાહ તો એ જ પ્રકારે અદમ્ય છે. ગુજરાતી ભાષાનો શબ્દસાગર ખેડવાના કેટલાય મનોરથ ધરાવે છે. ગુજરાતી લેક્સિકોન માટે ધૂણી ધખાવનાર શ્રી રતિભાઈ ચંદરયા એ કેટલીય સંસ્થાઓ એકત્રિત થઈને કરી શકે એવું ભગીરથ કાર્ય એમણે એમની એકનિષ્ઠા, એકાગ્રતા અને અવિરત પુરુષાર્થને આધારે સિદ્ધ કર્યું છે.

Gujaratilexicon
July 07 2013
લોકકોશ-ભાષાની‌ આશા
લોકકોશ-ભાષાની‌ આશા

સમગ્ર વિશ્વમાં ગુજરાતી ભાષા “સૌથી વધુ બોલાતી માતૃભાષા”ની યાદીમાં 26માં ક્રમે આવે છે. આમ, ગુજરાતી બોલનારાની સંખ્યા અઢળક હોવા છતાં શબ્દકોશોમાં સંગ્રહાયેલું ગુજરાતીનું શબ્દભંડોળ અંગ્રેજી કરતાં અડધોઅડધ જેટલું ઓછું છે. જો એ ખોટ સરભર થાય તો ગુજરાતી છોડીને અંગ્રેજી તરફ વળી ગયેલો લોકોનો પ્રવાહ ફરી ગુજરાતી તરફ વળી શકે અને પોતાની માતૃભાષામાં તેમને એ બધું મળી રહે, જે અત્યારે ફક્ત અંગ્રેજીમાં ઉપલબ્ધ છે. યુરોપના દેશોએ પોતાની સ્થાનિક ભાષાઓ છોડ્યા વિના, તેમાં નવા જમાનાના અંગ્રેજી શબ્દો ઉમેરીને તેમની ભાષાઓને વધુ સમૃદ્ધ અને વધુ અદ્યતન બનાવી છે. ગ્લોબલાઇઝેશન અને લોકલાઇઝેશનના જમાનામાં લોકકોશ ગુજરાતીને સમૃદ્ધ કરે, તો ગુજરાતની પ્રગતિમાં તે ઘણો મહત્ત્વનો ભાગ ભજવી શકે છે.

Gujaratilexicon
July 04 2013
ગુજરાતીલેક્સિકોનની મોબાઇલ એપ્લિકેશન………
ગુજરાતીલેક્સિકોનની મોબાઇલ એપ્લિકેશન………

ગુજરાતીલેક્સિકોનના રચયિતા શ્રી રતિલાલ ચંદરયાના નેતૃત્વ હેઠળ ગુજરાતીલેક્સિકોન ટીમ ઉમેરાતી જતી નવી નવી ટૅક્નૉલૉજીના ઉપયોગથી ગુજરાતી ભાષાને વધુ સમૃદ્ધ બનાવવા સતત પ્રયત્નશીલ છે. આથી જ ગુજરાતીલેક્સિકોન મોબાઇલ ટૅક્નૉલૉજીના યુગમાં નવીન ટૅક્નૉલૉજી સાથે તાલથી તાલ મેળવીને તેની વિવિધ પાંચ મોબાઇલ એપ્લિકેશન રજૂ કરે છે. આ એપ્લિકેશન દ્વારા વેબસાઇટ ઉપર સૌથી વધુ સરાહના અને લોકચાહના પામેલા તેના વિવિધ શબ્દકોશ વિભાગ, કહેવતો, રૂઢિપ્રયોગ અને અન્ય વિભાગો વગેરેને સરળતાથી ઉપલબ્ધ બનાવ્યા છે. આ ઉપરાંત ક્રોસવર્ડ, ક્વિક ક્વિઝ અને અન્ય વિવિધ રમતો એન્ડ્રોઇડ, એપલ આઇઓએસ અને બ્લેકબેરી ધરાવતા મોટાભાગના સ્માર્ટફોન અને ટેબલેટમાં પણ રમી શકાશે.

Gujaratilexicon
GL Team
June 20 2013
ભગવદ્ગોમંડલ – ગુજરાતી ભાષાનો સાંસ્કૃતિક ખજાનો !
ભગવદ્ગોમંડલ – ગુજરાતી ભાષાનો સાંસ્કૃતિક ખજાનો !

‘ભગવદ્ગોમંડલ’ એ એક એવો ઉત્કૃષ્ટ કક્ષાનો માહિતીકોશ કે જ્ઞાનકોશ છે કે જેમાં ધર્મ, સાહિત્ય, કલા, વાણિજ્ય, વિજ્ઞાન, સામાજિક, સાંસ્કૃતિક અને જીવનવ્યવહારનાં બધાં જ પાસાંઓને સમાવી લીધેલા છે. દા.ત. આપણે ‘કલા’ શબ્દને ભગવદ્ગોમંડલમાં તપાસીએ તો ‘કલા’ શબ્દ સાથે તેના ૬૨ અર્થ, ૫૪ કલાના નામ, શિલ્પશાસ્ત્રની ૬૪ કલાનાં નામ એવી વિવિધ તેમજ વિસ્તૃત માહિતી આપી છે. જ્યારે આંખ શબ્દનું ૬ પૃષ્ઠમાં વિસ્તૃત વિવરણ આપેલ છે. આમ, કોઈપણ શબ્દનાં ફક્ત અર્થ જ નહિ પરંતુ તેના ઉચ્ચાર, વ્યુત્ત્પતિ, વ્યાકરણ, અર્થ, રૂઢિપ્રયોગ, ઉદાહરણ અને જરૂર પડે ત્યારે ચિત્રો, કોષ્ટકો વગેરે દ્વારા માહિતીને સચોટ રીતે રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે.

Gujaratilexicon
May 30 2013
21 ફેબ્રુઆરી – વિશ્વ માતૃભાષા દિન – માતૃભાષા અભિયાન
21 ફેબ્રુઆરી – વિશ્વ માતૃભાષા દિન – માતૃભાષા અભિયાન

ગુજરાત પાસે સાંસ્કૃતિક અને ઐતિહાસિક વૈભવી વારસો લગભગ હજાર વર્ષ જેટલો પ્રાચીન છે, જેની અભિવ્યક્તિનું માધ્યમ ગુજરાતી ભાષા રહ્યું છે. અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયાને અડધી સદીથી વધુ સમય વિત્યા બાદ પણ ગુજરાતમાં શૈક્ષણિક, રાજકીય, વહીવટી અને સરકારી અને સંશોધનાત્મક જેવા તમામ મહત્ત્વના ક્ષેત્રોમાં ગુજરાતી ભાષાનું મહત્ત્વ ઓછું થતું રહ્યું અને અંગ્રેજી ભાષાનું પ્રભુત્વ વધતું રહ્યું. વૈશ્વિકીકરણ અને ઉદારીકરણના પડકારોને પહોંચી વળવા માટે ભારતીય પ્રાદેશિક ભાષાઓ જાણે ઉણી ઉતરી. પાશ્ચાત્ય સાંસ્કૃતિક અને સામાજિક આક્રમણને કારણે દૃશ્ય-શ્રાવ્ય માધ્યમો દ્વારા ગુજરાતી ભાષા ઉપરાંત ગુજરાતી સંસ્કૃતિ અને પરંપરાની અવગણના થતી રહી છે. જાણ્યે-અજાણ્યે આજે આપણે પોતે જ પોતાની ઓળખ ગુમાવી રહ્યા છીએ. આ અનુસંધાન પ્રતિ નિસબત અને નિષ્ઠા દર્શાવવાનો સમય પાકી ગયો છે. અંગ્રેજી ભાષાનું મહત્ત્વ સહેજ પણ ઓછું આંકવાનો આશય નથી. ઊલટાનું ગુજરાતી ભાષાનું સારું જ્ઞાન અંગ્રેજી ભાષાની જાણકારી સરળ બનાવશે એવો પણ એક મત છે.

Gujaratilexicon
GL Team
February 17 2013

Most popular

Interactive Games

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Latest Ebook

Recent Blog

Latest Video

,

ડિસેમ્બર , 2023

સોમવાર

4

આજે :
આજે કોઈ તહેવાર અથવા રજા નથી
વિક્રમ સંવત :

Powered by eSeva

Social Presence

GL Projects