Proverb | Meaning |
જંગલનું પાતરું હૂંડી શિકારે | એવી સારી આંટવાળું. |
જંગલમાં ગયા, ને ઝાંખરાં તોડી લાવ્યા | વગડેથી ઝાંખરાં લાવ્યા. |
જંગલમાં મંગલ | વેરાનમાં આબાદી. |
જંગલમાં મંગલ, ને વસ્તીમાં કડાકા | અવળી પરિસ્થિતિ; વેરાનમાં ભરપૂરતા ને વસ્તી વસાહતમાં ભૂખમરો. |
જંગલમાં મોર નાચે, ને જંગલ જુએ | જંગલમાં મોર નચાવવું ને જંગલને બતાવવું (એનો શો અર્થ?) |
જંગલમાં મોરે કળા કરી, (કોઈ ન જાણે) કોણે જોઈ? | ખોટા સ્થાને કૌશલ બતાવવાનો શો અર્થ? |
જંડો (ઝંદો) કોડા બાંધતો પરવડે નહિ | ઝંડાઝૂલણ (એટલે કે પગારથી રોકેલો સિપાઈ) કોડો (ફૂમતાં કે રંગરંગી ચીંથરાં) બાંધવામાંથી પરવારે નહિ તો એવો પગારદાર પોસાય નહિ. |
જગ જુએ ને ખલક ખખડે | લોક તમાશો જુએ ને પૃથ્વી ઊંચીનીચી થાય. |
જગત કોઈથી જિતાયું નથી | દુનિયામાં બધાંને રાજી રાખવાં મુશ્કેલ છે. |
જગતમાં બે પ્રકારની નામના: એક સારી ને બીજી નરતી | દુનિયા દોરંગી; કોઈ વખાણે ને કોઈ નિંદે. |
જગની બત્રીસીએ ચડવું | લોકવાયકાઓમાં ફસાવું. |
જજમાનને મન ગોરાણી, ગોરને મન ગોરાણી? | જજમાન ગોરાણીને આદર કરે જ્યારે ગોરને કિંમત ન હોય. |
જડ જાય ને વેલો વધે | મૂળ અદૃશ્ય થાય ને વેલો વધે. |
જડતું આવે જોગે, તો ભરાવીને ભાગે | સંજોગવશાત્ ભાવતું મળે તો ખુશ થઈ માથે ચડાવીને ભાગે. |
જણ આવે તે જણનું કામ લેતું આવે ને જણ જાય જણનું કામ લેતું જાય | વ્યક્તિની સાથે જ એને લગતાં કેટલાંક કામ જોડાયેલ હોય છે. |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.