Proverb | Meaning |
જાણીતી જુવાર સારી, પણ અજાણ્યા ઘઉં માઠા | અજાણ્યામાં ન જવું. |
જાણીતું ઝેર ન ખવાય | ઝેર છે એમ ખબર પડે પછી એ ન ખવાય. |
જાણીતો કોયડો કોડીનું મૂલ્ય | (જાણીતો એટલે જાણ્યો કોયડો) કોયડો ઉકેલાયો ન હોય ત્યાં સુધી જ અઘરો. |
જાણીતો ચોર ઘર ઘાલે | ઓળખીતો સિપાઈ હેડમાં પૂરે. |
જાણીતો નોકર ગાપચી મારે | જેના પર વિશ્વાસ રાખ્યો હોય એ જ દગો દે. |
જાણે એને તાણે | આંખે દીઠાણું ઝેર. |
જાત જણાય પણ મન નહિ જણાય | કોઈની જાતિ (જ્ઞાતિ)ની ખબર પડે પણ એના મનમાં શું ભર્યું છે તે ન જાણી શકાય. |
જાત જાતની વેરી, ને જાત જાતને ખાય, ને માગણ કુત્તા, ને ભાટ, તે દેખ દેખ ઘુરકાય | જાત જ જાતની દુશ્મન છે ભિખારી ભિખારીનો દુશ્મન, કૂતરો કૂતરાનો દુશ્મન, વહીવંચો વહીવંચાનો દુશ્મન. |
જાત તે જાત, ને કજાત તે કજાત | સજ્જન સજ્જનતા ન છોડે. |
જાત થાને પરજાત ભલી | (થાને કનડે) જાતીલા નડે એટલું પરનાતીલા ન કનડે. |
જાત પર જવું | અસલિયત બતાવવી. |
જાત પર ભાત, ને કામળ પર ધાબું | જાત પ્રમાણે નિશાન થઈને જ રહે. |
જાત પાંત પૂછે નહિ કોય, હરકો ભજે સો હરકા હોય | ભક્તો જાતિપાંતીના ભેદ નથી ગણતા. |
જાત બચી તો લાખો પાયે | હિંમત રાખી તેમાંથી પાર ઊતરી શકાય, કોઈપણ ઉપાયે બચી ગયા તે જ મહત્ત્વનું છે. |
જાત મનાવે પાય પડે, કજાત મનાવે શિર ચડે | સજ્જનને મનાવીએ તો પગે પડે અને નીચ માથે ચડે. |
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ