જશને મળે તસ, તો હારેમન થાય વશ

Proverb Meaning
જશને મળે તસ, તો હારેમન થાય વશ (હારેમન હારેલું મન; તસ તેવું) જશને જશ જેવું મળે તો હાર્યું મન ખુશ થાય.
જશમાં જૂતિયાં ને નફામાં ખાસડાં યશની જગ્યાએ અપયશ.
જા કુત્તા બિલ્લીકુ માર કૂતરા, બિલાડીને માર.
જા બિલાડી મોભા મોભ છાપરાંની ઉપર ને ઉપર; બારોબાર; દરકાર વગર
જા બિલ્લી કુત્તેકો માર જાતે કામ ન કરે અને એક બીજાને, બીજો ત્રીજાને સોંપ્યા કરે.
જા બિલ્લી, કુત્તેકુ માર જવાબદારી બીજાને માથે ઢોળી દેવી.
જા બે લકડી કુત્તેકુ માર જા લાકડી, કૂતરાને માર.
જા રે ભેંસ પાણીમાં! જા ભેંસ, પાણીમાં.
જાંગલો જાય, ને કૂતરો ભસે (જાંગલો અંગ્રેજ, તુંગિયા પહેરીને જતી વ્યક્તિ) જંગલી પાછળ ભલે ને કૂતરાં ભસે.
જાંગલો મરે, ને હરાજ થાય જાંગલો મર્યો ને એની દોલત હરાજ થઈ.
જાએ ન આવ્યાં તે નાહ્યે શું આવે? બાળકના જન્મવેળા ન આવ્યાં તે હવે દશઊઠણ વગેરે પતાવી નાહી ઊઠી ત્યારે શું આવે?
જાકા પડ્યા સ્વભાવ, જાયગા જીવસે પ્રાણ ને પ્રકૃતિ મર્યે જાય.
જાકે બોલે બંધ નહિ, મરમ નહિ મન માંય, તાકી સંગત કીજિયે, તો છોડ ચલે વન માંય જે વાત પેટમાં રાખી શકે તેમ ન હોય તેની સોબત છોડવી. નહિતર ઘર છોડવા વારો આવે.
જાગતાની પાડી ને ઊંઘતાનો પાડો સાવધાન રહેનાર સફળતા મેળવે છે, જ્યારે ગાફેલ રહેનારને નિષ્ફળતા સાંપડે છે.
જાગતાની પાડી, ને ઊંઘતાનો પાડો ચોરને વસાવો, શાહુકરને નસાડો, જોગીની ઝોળીમાં ડાકણી સંતાડો, ચમારને બારણે ગૌઆં બેસાડો જોગી પિશાચણીને ભગાડી મૂકે ને ચમાર ગાયને ઓહિયાં કરી જાય.

Interactive Games

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

General Knowledge Quiz

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.

Latest Ebook

Recent Blog

Social Presence

Other Alliances

GL Projects