જાણીતી જુવાર સારી, પણ અજાણ્યા ઘઉં માઠા

Proverb Meaning
જાણીતી જુવાર સારી, પણ અજાણ્યા ઘઉં માઠા અજાણ્યામાં ન જવું.
જાણીતું ઝેર ન ખવાય ઝેર છે એમ ખબર પડે પછી એ ન ખવાય.
જાણીતો કોયડો કોડીનું મૂલ્ય (જાણીતો એટલે જાણ્યો કોયડો) કોયડો ઉકેલાયો ન હોય ત્યાં સુધી જ અઘરો.
જાણીતો ચોર ઘર ઘાલે ઓળખીતો સિપાઈ હેડમાં પૂરે.
જાણીતો નોકર ગાપચી મારે જેના પર વિશ્વાસ રાખ્યો હોય એ જ દગો દે.
જાણે એને તાણે આંખે દીઠાણું ઝેર.
જાત જણાય પણ મન નહિ જણાય કોઈની જાતિ (જ્ઞાતિ)ની ખબર પડે પણ એના મનમાં શું ભર્યું છે તે ન જાણી શકાય.
જાત જાતની વેરી, ને જાત જાતને ખાય, ને માગણ કુત્તા, ને ભાટ, તે દેખ દેખ ઘુરકાય જાત જ જાતની દુશ્મન છે ભિખારી ભિખારીનો દુશ્મન, કૂતરો કૂતરાનો દુશ્મન, વહીવંચો વહીવંચાનો દુશ્મન.
જાત તે જાત, ને કજાત તે કજાત સજ્જન સજ્જનતા ન છોડે.
જાત થાને પરજાત ભલી (થાને કનડે) જાતીલા નડે એટલું પરનાતીલા ન કનડે.
જાત પર જવું અસલિયત બતાવવી.
જાત પર ભાત, ને કામળ પર ધાબું જાત પ્રમાણે નિશાન થઈને જ રહે.
જાત પાંત પૂછે નહિ કોય, હરકો ભજે સો હરકા હોય ભક્તો જાતિપાંતીના ભેદ નથી ગણતા.
જાત બચી તો લાખો પાયે હિંમત રાખી તેમાંથી પાર ઊતરી શકાય, કોઈપણ ઉપાયે બચી ગયા તે જ મહત્ત્વનું છે.
જાત મનાવે પાય પડે, કજાત મનાવે શિર ચડે સજ્જનને મનાવીએ તો પગે પડે અને નીચ માથે ચડે.

Interactive Games

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Latest Ebook

Recent Blog

Social Presence

Other Alliances

GL Projects