| Proverb | Meaning |
| જવાનીનું રળવું, ને કોગળિયાનું મરવું | કૉલેરા જેમ મારવામાં સપાટો બોલાવે એમ જુવાનીમાં રળવામાં ઘણું ધન એકઠું કરી શકાય. |
| જવાનીનું રળેલું ને પરોઢિયાનું દળેલું આપત્તિમાં કામ લાગે | બચત કરી હોય તો પાછલી અવસ્થામાં કામ લાગે. |
| જવાનીનું રળેલું ને રાતનું દળેલું આગળ કામ લાગે | જીવનની શરૂઆતમાં કમાયેલું અને વહેલી સવારનું દળેલું પાછલી વેળા કામમાં આવે. |
| જવાનું હોય તે રહે નહિ, ને રહેવાનું હોય તે જાય નહિ | જવાનું હોય તે જાય જ. |
| જવાસા જેવું અદેખું કોઈ નહિ | જવાસાનો છોડ જ્યારે ભાગ્યે જ છોડઝાડ થાય ત્યારે ઊગે અને ચોમાસામાં બહુ બધાં છોડઝાડ ઊગતાં જોઈ અદેખાઈથી જાતે જ સુકાઈ જાય છે. |
| જવાસાને ખોળે ગયું | જવાસાની જોડે એ પણ સુકાઈ ગયું. |
| જવું જગન્નાથજી ને થાક્યા થાણેથી | (થાણા બટવા સ્થળો છે.) દૂર જવું છે તે થોડે આવી થાક્યા |
| જવું મુંબઈ અને થાક્યા વડોદરાથી | પહેલેથી જ માણસમાં નિરાશા હોય તો લક્ષ્ય પર પહોંચી શકાતું નથી. |
| જવું મુંબઈ ને થાક્યા વટવેથી | પુરીની જગન્નાથપુરીની યાત્રા કરવી હતી ને મુંબઈથી જ આગળ ન વધી શકાયું. |
| જવું મુંબઈને થાક્યા વડોદરાથી | પહેલાંથી જ માણસમાં નિરાશા હોય તો લક્ષ્ય પર પહોંચી શકતું નથી. |
| જશ ઉપર જૂતિયાં | જશ આપવાને બદલે ખાસડાં માર્યાં. |
| જશ જાનગરો છે | જશ તેને જ મળે છે જે વખત આવ્યે જાત પણ આપી દે. |
| જશ તો જાન ગયે મિલે | જીવ ગયા પછી જ જશ મળે. |
| જશ તો જાનગરો છે | જશ તો નુકસાનકર્તા કે ખર્ચથી મળે એવો છે. |
| જશને બદલે જુતિયાં | આપણે કોઈને મદદ કરીએ ને તે સામેથી આપણો વાંક કાઢે. |
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.