જમ્યા ખરા પણ પચે ત્યારે આપણું

Proverb Meaning
જમ્યા ખરા પણ પચે ત્યારે આપણું પારકું ખાધું પણ પચે ત્યારે ખરું.
જર કરે દરિયામાં ઘર પૈસો હોય તો બધું થાય.
જર ખરચીને જોડા ખાવા પૈસા ખર્ચી અપજશ લેવાનો.
જર ગયો ને જેબ ગયો જેની પાસે ધન નથી તે આબરૂભેર જીવી શકતો નથી.
જર જમીન ને છોરું ત્રણે કજિયાનાં છોરું પૈસો જમીન ને સ્ત્રી ત્રણે ઝઘડાના મૂળમાં રહેલાં હોય.
જર જમીન ને જોરુ એ ત્રણે કજિયાનાં છોરું પૈસો લક્ષ્મી ને સ્ત્રી એ ત્રણેય કજિયાનાં કારણ છે.
જર થોડા ને સ્નેહ ઘણા, ને તું શું મારશે પારધી, અમે વણમાર્યાં મૂઆં પૈસો હતો ત્યાં સુધી બધાં સ્નેહ વરસાવતાં ને હવે મર્યા બરાબર છીએ ત્યારે હે કાળ, તું અમને શું મારી શકીશ?
જર દેખી મુનિવર ચળે લક્ષ્મીથી મુનિ પણ લોભાય.
જર દેખી મુનિવર ચળે, ત્રિયા પસારે હાથ, ચડ્યાં રણ ઊતરે, જો જાકી ગાંઠે હોયે ગરથ (ત્રિયા સ્ત્રી, રણ ઋણ; દેવું, ગરથ ધન) પૈસો આવે તો મુનિ, પત્ની, લેણદાર બધાં દોડ્યાં આવે.
જર બાજી તો ખુદા રાજી પૈસાની બાજી જીત્યા તો બધાંની લાગણી મળે પ્રભુની પણ.
જર બિસ્યાર તો મરદ હોશિયાર, જર ખોતા તો મરદ રોતા (બિસ્યાર ખૂબ; અધિકતમ) પૈસા ખૂબ તો માણસ ખૂબ હોશિયાર, પૈસા ખુએ (ખૂટી જાય) તો માણસ મડદાલ.
જર માલ જપના, ને પરાયા સો અપના પૈસાનું હરણ કરવું ને પારકો માલ ઠગી લેવો.
જર, ચાહે સો કર, બિન જર, ટક ટક મત કર પૈસો બધું કરી શકે. બધી લીલા ધનની.
જર, જમીન એ જોરું એ ત્રણેય કજિયાનાં છોરું સંસારમાં સ્ત્રી, પૃથ્વી અને ધન એ ત્રણ કજિયાનાં મૂળ ગણાયાં છે.
જર, જમીન ને છોરું, જોરું આ ત્રણે કજિયાનાં છોરું જર, જમીન, જોરુ કજિયો કરાવે.

Interactive Games

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Latest Ebook

Recent Blog

Social Presence

Other Alliances

GL Projects