| Proverb | Meaning |
| જાત વિના ભાત ન પડે | દરેક જગ્યાએ ગુણવત્તાનું આગવું મહત્ત્વ છે; જાતિસ્વભાવ ન જાય. |
| જાત વિના ભાત પડે નહીં | સારો જ સારી વસ્તુ ગ્રહણ કરી શકે. (૨) જાતે કામ કર્યા વિના સફળતા મળે નહિ. |
| જાતમે જાત મિલી, ઔર ખોશમે બત્તી જલી | (ખોશમેં ખુશીમાં) સરખી જાતિના મળ્યા એથી હરખાયા. |
| જાતાં ધન દેખીએ તો આધા લીજે બાંધ | ધન જતું જોઈએ તો અડધું બાંધી લેવું; સર્વનાશ વેળા પંડિત અર્ધું છોડી દે છે. |
| જાતિ ન છૂપે | જાત છાની ના રહે. |
| જાતે જાત મળ્યાં, ને ભવનાં દુખ ટળ્યાં | જાતીલા જાતીલાને મળ્યા એથી અઢળક હર્ષ થયો. |
| જાતે જાફર, ને હાડે કાફર | નામ પ્રમાણે ગુણ નહિ. |
| જાતે હબસી, ને લૂગડાં કાળાં, રાત અંધારી ને કોડિયાં ઠાલાં | કાળું મેશ. |
| જાત્રાના પુનમાં નાતરાંનું ખૂન | જાત્રા કરનારાંમાં એકતા ઊભી થાય છે ને જુદાપણું દૂર નાસે છે. |
| જાન અંજાણ કે બસ પયો, ક્યા કિનો કિરતાર, ચંદન પરો લોહારકે વહાં, જલજલ કિયો ઇંગાર | (બસ પયો વશ પડ્યો) ચંદન લુહારને ઘેર જો તાબે થાય તો ભઠ્ઠીમાં બળી બળી લાલ અંગારા જેવું દુખી થાય. એ રીતે જ્ઞાની જો અજ્ઞાનીને તાબે જાય તો દુખી થાય. |
| જાન કેરો જશ | જાગતા રહ્યાનો જશ. |
| જાન જવા દેવો, પણ આબરૂ સાચવવી | જાન કરતાં પણ આબરૂ મોંઘી ગણવી. |
| જાન થોડી તો માન ઘણાં | જાન થોડી તો વેવાઈ માન ઘણાં. |
| જાન નહિ, જીવનું જાન | જાન એટલે જીવનું જોખમ. |
| જાન બચી લાખો પાયે | કોઈ પણ ઉપાયે બચી ગયા તે જ મહત્ત્વનું છે. |
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ