Proverb | Meaning |
જાય તેની જગા ખાલી | જનારનું સ્થાન જલદી પુરાતું નથી. |
જાય તો મોં કાળું, ને નહિ તો હાથ કાળા | કોઈના પૈસા જાળવતાં જો કોઈ માણસ તેને ગુમાવે છે તો તેણે પોતાનું મોં કાળું કર્યું હોય તેમ તેને લાગે છે અને જો તે નથી ગુમાવતો તો તેને જાળવતાં વારંવાર મળતા નફામાં તેના હાથ વધુ કાળા થાય છે. |
જાય ત્યારે ઓછા કહેવાય, ને આવે ત્યારે વધારે કહેવાય | રૂપિયા કમાઈએ તે ઓછા જ લાગે અને ખર્ચાય ત્યારે વધુ લાગે. |
જાય બજાર ને ખાય પેંજાર | બજાર જઈ અડપલું કરવા જાય તો મોજડીનો માર ખાઈ પાછો આવે. |
જાયા તે જવાના | જન્મ્યું તેનું મૃત્યુ નક્કી છે. |
જાયા તે જાવાના | જન્મ્યું તેનું મૃત્યુ નક્કી છે. |
જાયા ત્યારે નાહ્યાતા, ને જઈશું ત્યારે નાહીશું | નાહવું ધોવું પડતું મૂકી, હાથપગ ધોઈને ખાઈશું, નાહવું નહિ તેની ખોટી દલીલબાજી. |
જારબાજરી સડે, કંઈ કોદરા સડે? | કમજોરની વધુ કાળજી લેવી ઘટે. |
જાળવતીની માતાના સો વરસના આવરદા | જાળવે તેને પુણ્ય થાય ને સો વર્ષ જીવે. |
જાળવતીની માતાના સોના આવરદા | જાળવે તેને પુણ્ય થાય ને સો વર્ષ જીવે. |
જાળવી રાખેલો પથરો પણ કામ લાગે | સંઘર્યો સાપ પણ કામ લાગે. |
જાળાં ત્યાં જંજાળ, કચરો ત્યાં કંકાશ, ઉકરડો ત્યાં છે ખર, ને ગટર ત્યાં છે ડાંસ | ગંદકી રોગનું ઘર. |
જાવું છે તો ઠાલે હાથે, માલ કોઈ છાતીએ બાંધી લઈ જતું નથી | મરતાં બધું અહીં છોડીને જવાનું છે. |
જિંદગી ધૂળ કરવી | જીવ્યું હરામ કરવું. |
જિસકે તડમેં લડ્ડુ, ઉસકે તડમેં હમ | જ્યાં લાભ થાય ત્યાં ગોઠવાઈ જવું. |
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં