જીત મારી, ને હાર તમારી!

Proverb Meaning
જીત મારી, ને હાર તમારી! હું જીત્યો ને તમે હાર્યા.
જીતનાં વધામણાં જીતનારને સૌ વધાવવા આવે.
જીતને ગગનમેં તારે ઉતને શત્રુ હોયે, પર કિરપા હો કિરતારકી, તો બાલ ઉખારે ન કોયે જીતે તારે ગગનમેં, ઇતને દુશ્મન હોયે, કિરપા હોયે જો રામકી, બાલ ન તોડે કોયે અઘરામાં અઘરી મુશ્કેલી પણ ઈશ્વરકૃપાથી પાર કરી શકાય છે.
જીતી બાંધી મૂઠી એટલી રહે છૂટ જેટલી બાંધી મૂઠી એટલી છૂટ વધારે.
જીતે ઇન્દ્રિય સરદાર હૈ, જિસકા જગ પર રાજ, જલો જિંદગી ઉસ નરકી, જો ઇન્દ્રિયકા દાસ સુખી થવાનો રસ્તો ઇન્દ્રિયોને જીતવી એ છે.
જીત્યાનાં વધામણાં જીત્યાની બોલબાલા.
જીભ ગાદીએ બેસાડે ને જીભ ખાસડાં ખવરાવે વિચારીને બોલવું.
જીભ ચઢાવે, ને જીભ પડાવે સંયમી વાણીથી માનવી સુખી થાય ને આડેધડે બોલવાથી દુખી થાય.
જીભ ચઢાવે, ને જીભ પાડે સંયમી વાણીથી માનવી સુખી થાય ને આડેધડે બોલવાથી દુખી થાય.
જીભ સો મણ ઘી ખાય તોયે ચીકણી ન થાય કૂતરાની પૂંછડી ભોંયમાં દાટો તોય વાંકી.
જીભના નખ લેવડાવવા વધેલા નખ કાપતા રહીએ એમ જીભ અંકુશમાં રાખતા રહેવું.
જીભને કંઈ કાંટો છે કે જૂઠું બોલતાં અટકે? જીભને કાંટો (ત્રાજવું) નથી કે માપીને બોલાય.
જીભને કંઈ હાડકું નથી જીભ આમ પણ ફરે છે ને તેમ પણ ફરે છે અર્થાત્ ગમે તેમ બોલે છે.
જીભને દાંત ભળાવવા નહિ પડે જીભની સંભાળ માટે દાંતની જરૂર નથી.
જીભને દોજખમાં નાખવી જીભથી એવું બોલીને નરકને પાત્ર થવું.

Interactive Games

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Word Search

આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.

Latest Ebook

Recent Blog

Social Presence

Other Alliances

GL Projects