જીવ તો ગયો, પણ રંગ તો રહ્યો

Proverb Meaning
જીવ તો ગયો, પણ રંગ તો રહ્યો જીવ ગયો પણ વટ રહ્યો.
જીવ ને પ્રાણ ગયો, ના તન મન, પૈસામાં પૈસો નહિ, ને ધન ધન ને ધન માંહ્યલું ગયું ને બહારનું રહ્યું.
જીવ પર આવેલો બિલાડો કોટે વળગે છંછેડાયેલો શત્રુ ગળું જ પકડે.
જીવજો જણતી, ને મરજો ગણતી ગણાતી કે કહેવાતી મા ન જીવજો પણ જણનારી મા જીવજો.
જીવત બાપકુ મારતા દંડા, મુવે પીછે પહુંચાવત ગંગા બાપ જીવતા હોય ત્યારે ધુત્કારે ને મરે ત્યારે શબ ગંગા લઈ જાય.
જીવતરની ખોડ મૂએ જાય સ્વભાવ પડ્યો હોય તે મરતાં સુધી ન જાય.
જીવતા જીવ ને પડતા પ્રાણ જીવ જીવે ને પ્રાણ પડે.
જીવતા બાપને મારે દંડા ને મૂઆ પછી પહોંચાડે ગંગા જીવતાં બાપને પૂમડું પાણી નહિ.
જીવતાં જશ નહિ, ને જશ વિના ન જીવંત, જશ લઈને જે ગયા, તે રવિ પહેલાં ઊગંત જીવતાં જશ મળ્યો કે ન મળ્યો પણ જશ લઈને જે ગયા છે તેમની કીર્તિ સૂર્યની પણ પહેલાં વધુ ઝળહળે છે.
જીવતાં જીવત નહિ જોયું, ને મૂઆ પછી રોયું જીવતે ન સુખ આપ્યું ને મૂઆ પછી આંસુ પાડ્યાં એ કેવું?
જીવતાં તો માગીને ખાય, પણ મૂઆ કેડે બિચારાં ક્યાં જાય? કૌવત હોય ત્યાં સુધી તો માગીને પણ પેટ ભરે પણ અશક્તિ આવ્યા પછી કેવી રીતે પેટ ભરવા ક્યાંય જઈ શકે?
જીવતાં પાળે, ને મરતાં તારે જીવતાં પાળવું ને મૂએ બાળવું.
જીવતાં પૂમડું પાણી નહિ ને મૂએ મસાણમાં જાય બાપ જીવતો હોય ત્યારે માગ્યું પાણી પણ ન પાય ને બાપ મૂઓ જાણી લોકોને દેખાડવા સ્મશાને અગ્નિદાહ દેવા જાય.
જીવતાં લાખના, ને મૂએ સવા લાખના હાથીની જેમ મૂલ્ય તો થાય જ.
જીવતાંના જાનૈયા, ને મૂઆંના ખાંધિયા જીવતા હોય તેમની જાનમાં પરણાવવા જનાર અને મરે ત્યારે શબની ઠાઠડી ખભે ઊંચકી ઠેઠ મસાણે પહોંચાડનાર.

Interactive Games

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Whats My Spell

રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.

Latest Ebook

Recent Blog

Social Presence

Other Alliances

GL Projects