જીવરામ ભટ, તો કે’ બાપા ઓં! કંઈ પૂછો કે સામે જે આવે તે

Proverb Meaning
જીવરામ ભટ, તો કે’ બાપા ઓં! કંઈ પૂછો કે સામે જે આવે તે બતાવીને કહે, એ આ (જીવરામ ભટ્ટ દલપતરામે લખેલ પુસ્તક.)
જીવવાનો ભરોસો નહિ જીવન અસ્થિર છે.
જીવવું જગતમાં સૌને વહાલું છે સૌ જીવવા ઇચ્છે છે.
જીવવું થોડું ને જંજાળ ઘણી જીવવાનું થોડું છે પણ માણસ મમતા ઘણી રાખે છે.
જીવવું થોડું ને મમતા ઘણી જીવવાનું થોડું પણ માણસ જંજાળ ઘણી વધારશે.
જીવવું ને મરવું બરાબર કેટલાકનું જીવવું મરવા બરાબર હોય છે.
જીવશું તો જોઈશું, ને મૂઆ તો ગયા જિવાશે તો બધું જોવાશે.
જીવશે નર, તો વસાવશે ઘર જીવતો નર ભદ્રા પામે.
જીવશે ને દરજી વાઘા સીવશે! હજુ વધુ જીવશે ને દરજી એનાં કપડાં સીવ્યા કરશે.
જીવશે મારા ભાઈ, તો ગલી ગલીએ ભોંજાઈ ભાભી તો ગઈ પણ મારા ભાઈ જીવતા હશે તો બીજી ભાભી ગમે ત્યાંથી લાવીશું.
જીવા દરુ, ઘેર સાત ચરુ સૂરતમાં થઈ ગયેલ દાનવીર જીવા દરુ (જેમને સંતના આશીર્વાદથી સાત ચરુ ધન મળેલું) એટલું બધું દાન કરતા કે આ કહેવત પડી ગઈ.
જીવે જાણ્યું તો જગને જણાવવાનું શું કામ? પોતે કર્યું પોતે એ જ વૃત્તિ ઉત્તમ.
જીવે ત્યાં સુધી જંજાળ જીવતાં હોઈએ ત્યાં સુધી બધી પ્રવૃત્તિ ચાલે.
જીવ્યા કરતાં જોયું ભલું જિંદગીમાં જેટલો અનુભવ મેળવી લેવાય એટલો સાચો; ફરતા રહીને દુનિયા જોવી તે જિંદગી કરતાં પણ વધારે મહત્ત્વનું છે.
જીવ્યા થાને જોયેલું ભલું (થાને સ્થાને; ઠેકાણે) જીવ્યા કરતાં જોયું ભલું.

Interactive Games

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Crossword

ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.

Jumble Fumble

કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ

Latest Ebook

Recent Blog

Social Presence

Other Alliances

GL Projects