| Proverb | Meaning |
| જીત મારી, ને હાર તમારી! | હું જીત્યો ને તમે હાર્યા. |
| જીતનાં વધામણાં | જીતનારને સૌ વધાવવા આવે. |
| જીતને ગગનમેં તારે ઉતને શત્રુ હોયે, પર કિરપા હો કિરતારકી, તો બાલ ઉખારે ન કોયે જીતે તારે ગગનમેં, ઇતને દુશ્મન હોયે, કિરપા હોયે જો રામકી, બાલ ન તોડે કોયે | અઘરામાં અઘરી મુશ્કેલી પણ ઈશ્વરકૃપાથી પાર કરી શકાય છે. |
| જીતી બાંધી મૂઠી એટલી રહે છૂટ | જેટલી બાંધી મૂઠી એટલી છૂટ વધારે. |
| જીતે ઇન્દ્રિય સરદાર હૈ, જિસકા જગ પર રાજ, જલો જિંદગી ઉસ નરકી, જો ઇન્દ્રિયકા દાસ | સુખી થવાનો રસ્તો ઇન્દ્રિયોને જીતવી એ છે. |
| જીત્યાનાં વધામણાં | જીત્યાની બોલબાલા. |
| જીભ ગાદીએ બેસાડે ને જીભ ખાસડાં ખવરાવે | વિચારીને બોલવું. |
| જીભ ચઢાવે, ને જીભ પડાવે | સંયમી વાણીથી માનવી સુખી થાય ને આડેધડે બોલવાથી દુખી થાય. |
| જીભ ચઢાવે, ને જીભ પાડે | સંયમી વાણીથી માનવી સુખી થાય ને આડેધડે બોલવાથી દુખી થાય. |
| જીભ સો મણ ઘી ખાય તોયે ચીકણી ન થાય | કૂતરાની પૂંછડી ભોંયમાં દાટો તોય વાંકી. |
| જીભના નખ લેવડાવવા | વધેલા નખ કાપતા રહીએ એમ જીભ અંકુશમાં રાખતા રહેવું. |
| જીભને કંઈ કાંટો છે કે જૂઠું બોલતાં અટકે? | જીભને કાંટો (ત્રાજવું) નથી કે માપીને બોલાય. |
| જીભને કંઈ હાડકું નથી | જીભ આમ પણ ફરે છે ને તેમ પણ ફરે છે અર્થાત્ ગમે તેમ બોલે છે. |
| જીભને દાંત ભળાવવા નહિ પડે | જીભની સંભાળ માટે દાંતની જરૂર નથી. |
| જીભને દોજખમાં નાખવી | જીભથી એવું બોલીને નરકને પાત્ર થવું. |
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.