| Proverb | Meaning |
| જીવરામ ભટ, તો કે’ બાપા ઓં! કંઈ પૂછો કે સામે જે આવે તે | બતાવીને કહે, એ આ (જીવરામ ભટ્ટ દલપતરામે લખેલ પુસ્તક.) |
| જીવવાનો ભરોસો નહિ | જીવન અસ્થિર છે. |
| જીવવું જગતમાં સૌને વહાલું છે | સૌ જીવવા ઇચ્છે છે. |
| જીવવું થોડું ને જંજાળ ઘણી | જીવવાનું થોડું છે પણ માણસ મમતા ઘણી રાખે છે. |
| જીવવું થોડું ને મમતા ઘણી | જીવવાનું થોડું પણ માણસ જંજાળ ઘણી વધારશે. |
| જીવવું ને મરવું બરાબર | કેટલાકનું જીવવું મરવા બરાબર હોય છે. |
| જીવશું તો જોઈશું, ને મૂઆ તો ગયા | જિવાશે તો બધું જોવાશે. |
| જીવશે નર, તો વસાવશે ઘર | જીવતો નર ભદ્રા પામે. |
| જીવશે ને દરજી વાઘા સીવશે! | હજુ વધુ જીવશે ને દરજી એનાં કપડાં સીવ્યા કરશે. |
| જીવશે મારા ભાઈ, તો ગલી ગલીએ ભોંજાઈ | ભાભી તો ગઈ પણ મારા ભાઈ જીવતા હશે તો બીજી ભાભી ગમે ત્યાંથી લાવીશું. |
| જીવા દરુ, ઘેર સાત ચરુ | સૂરતમાં થઈ ગયેલ દાનવીર જીવા દરુ (જેમને સંતના આશીર્વાદથી સાત ચરુ ધન મળેલું) એટલું બધું દાન કરતા કે આ કહેવત પડી ગઈ. |
| જીવે જાણ્યું તો જગને જણાવવાનું શું કામ? | પોતે કર્યું પોતે એ જ વૃત્તિ ઉત્તમ. |
| જીવે ત્યાં સુધી જંજાળ | જીવતાં હોઈએ ત્યાં સુધી બધી પ્રવૃત્તિ ચાલે. |
| જીવ્યા કરતાં જોયું ભલું | જિંદગીમાં જેટલો અનુભવ મેળવી લેવાય એટલો સાચો; ફરતા રહીને દુનિયા જોવી તે જિંદગી કરતાં પણ વધારે મહત્ત્વનું છે. |
| જીવ્યા થાને જોયેલું ભલું | (થાને સ્થાને; ઠેકાણે) જીવ્યા કરતાં જોયું ભલું. |
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં