Proverb | Meaning |
જીવ્યાથી જોયું ભલું | જીવનમાં જોવાય એટલું જોઈ લેવું. |
જીવ્યો જોગી સારો, પણ મૂઓ પાદશાહ માઠો | જોગી જીવતો ભલો ને રાજા મરતાં પ્રજાની માઠી દશા. |
જીસ મૂલસે આયે ઈસ મૂલસે ગયે, નફેમેં દો જૂતિયાં | જે રીતે આવ્યું એ રીતે ગયું ને ઉપરથી બે ખાસડાં ખાધાં. |
જીસકા દામ, ઉસકા નામ | પૈસાદારની બધે બોલબાલા. |
જીસે રામકો ડર નહિ, નહિ પંચકી લાજ, ઉસે છેડ ક્યા કીજિયે, ચુપ ભલો મહારાજ! | ભગવાનથી ન ડરતું હોય એને છેડ્યા કરતાં ચૂપ રહેવું સારું. |
જુએ તો જૂ પડે, ને ખાય તો ખાતર પડે | એવું ભોજન જે ન ખવાય કે ન છોડાય. |
જુગારી હાથે વાંકડું, વાનર કોટે હાર, ઘેલી માથે બેડલું, છાજે કેટલી વાર? | જુવારીના હાથમાં ઘરેણું; વાનરના ગળામાં હાર અને ગાંડીના માથે બેડું કેટલી વાર રહેવાનાં? |
જુઠાની આગળ સાચો રડી રડીને મરી જાય, પણ તેનું મનાય નહિ | સાચને જૂઠાનો મુકાબલો કરતાં બહુ વાર લાગે. |
જુઠ્ઠાની આવરદા ચાર ઘડી | અસત્ય ઝાઝું ટકતું નથી. |
જુદી રાતના તે જુદા જ | જુદા જુદા વખતે જન્મેલ તે જુદા જ રહેવાના. |
જુદે મોઢે જુદી વાત | દરેક જણ જુદી જુદી વાત કરે. |
જુવાન જાણીને જીવવું નથી, ને બુઢ્ઢા જાણીને મરવું નથી | જુવાન છીએ માટે જીવવું છે ને ઘરડા થયા માટે મરવું છે એમ નથી. |
જુવાન જોધ જેવું | ભરજુવાન. |
જુવાન જોષી, ને બુઢ્ઢો વૈદ | બંને સારા. |
જુવાન દાક્તર અને ઘરડો વકીલ | બેઉ સારા. |
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.