| Proverb | Meaning |
| જૂઠની આવરદા ત્રણ દી | અસત્ય ઝાઝું ટકી શકતું નથી. |
| જૂઠા ઝઘડા કરના નહિ, કરના તો ફિર ડરના નહિ | ખોટી તકરાર ન કરવી તો ડરવું નહિ. |
| જૂઠાણું તે કેટલી વાર ટકે? | જૂઠાણું બહુ ન ટકે. |
| જૂઠાનું બોલવું, ને ઉંદરનું ફોલવું | ઉંદર ફૂંકી ફૂંકીને કરડે એમ જૂઠાબોલું વિશ્વાસ બેસાડીને છેતરે. |
| જૂઠાનું મોં કાળું ને સાચાની બોલબાલા | છેવટે તો સાચી વ્યકિતની જ જીત હોય છે. |
| જૂઠાનો આવરદા ચાર ઘડી | (બહુ તો સાડા ત્રણ ઘડી) જૂઠું તરત નાશ પામે. |
| જૂઠી પ્રીત ગુલાબકી, ઘામ પડે મુરઝાયે, સાચી પ્રીત કપાસકી, મરે સંગાથી આવે (ઘામ તડકો) હંસા પ્રીત ક્યાંયની, વિપત પડે ઊડી જાય, સાચી પ્રીત શેવાળની જળ ભેગી સુકાય | (જેમ શેવાળ જળની સાથે જ સુકાય છે, પણ તેનો સાથ છોડતી નથી તેમ કટોકટીવાળો સાથ ન છોડે તે જ સાચી પ્રીત.) સાચી પ્રીત. |
| જૂઠું ગાય, એંઠું ખાય, ને ઉઘાડે ડિલ નાહ્ય, એ જનાવર કયું કહેવાય? | ઘંટી. |
| જૂઠું ગાવું, ને જડતું આણવું | માણસ બોલે જૂઠું ને કરે ફાવતું. |
| જૂઠું તે જૂઠું જ | જૂઠું સાચું ન થાય. |
| જૂઠું બોલવું ત્યાં વળી કંજૂસાઈ કેવી? | જૂઠું જ બોલવું તો પછી ચિંગૂસાઈ શા માટે કરવી? |
| જૂઠું બોલવું ને જખ મારવી બરાબર | જૂઠું બોલવું નાહકની ક્રિયા છે. |
| જૂઠું બોલે તેને કોણ પકડવા જાય? | જૂઠને ક્યાં પકડવા જઈએ? |
| જૂઠું બોલે નહિ તો પેટ ફાટી જાય | જૂઠ ન બોલે તો પેટ ફૂલે. |
| જૂઠું લાવ, પણ જોરથી લાવ | જૂઠાબોલું જોરજોરથી બોલે. |
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.