Proverb | Meaning |
જૂઠું સાચું કરવું | જૂઠું બોલનાર પોતાનો તો કક્કો સાચો કરવા મથે. |
જૂઠેકા મુંહ કાલા, સચ્ચેકી બોલબોલા | જૂઠ હારે ને સત્ય તરે. |
જૂઠો સાચાને વટલાવે | જૂઠું સાચાને જૂઠું કરે. |
જૂઠો સાચું બોલે તેની નવાઈ નહિ | જૂઠાને સાચું બોલતાં શરમ નહિ. |
જૂઠો હંમેશ ઝનૂની હોય | જૂઠો આવેશવાળો હોય. |
જૂઠો, લૂતરો, ને બજારમાંનો કૂતરો | (લૂતરો ચાડીખાઉં; નિંદક) જૂઠો, લબાડ ને કૂતરો ત્રણે સરખા. |
જૂઠો, લૂતરો, ને બારણાનો કૂતરો | (લૂતરો ચાડીખાઉં; નિંદક) જૂઠો, લબાડ ને કૂતરો ત્રણે સરખા. |
જૂઠ્ઠાની આવરદા ચાર ઘડી | અસત્ય બહુ ટકતું નથી. |
જૂતાં ખાધાં તો ખાધાં, પણ મખમલનાં | અપમાન થયું હોય છતાં ખોટો ડોળ કરવો. |
જૂથ ત્યાં સૂથ | સંઘબળ એક શક્તિ છે. |
જૂના જુલમગાર સારા, પણ નવા દાદગર માઠા | જૂનો જુલમી સારો પણ નવો ફરિયાદ સાંભળનાર નકામો. |
જૂના દોસ્ત નવા લેબાસમાં | દોસ્ત એનો એ પણ નવાં કપડાંમાં. |
જૂના પેટમાં લીખ જ હોય | જૂના પેટમાં લીખ જ; જેવાં માબાપ એવાં સંતાન. |
જૂના પેટમાં લીખ પાકે | માબાપનાં લક્ષણો તેમનાં સંતાનોમાં આપોઆપ ઊતરી આવે છે. |
જૂની આંખે નવા તમાશા | ઘરડાઓને જુવાનિયાઓની રીતભાતના નવા નવા રંગ જોવા પડે. |
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.