Proverb | Meaning |
જે કોદરે કાળ ઊતર્યાં તે કોદરે મીણા ચઢ્યા | બીજાં ધાન મળ્યાં એટલે કોદરા ખાવાથી મીણો ચઢ્યો કે કેફ ચડ્યો, આફરો થયો. |
જે કોદરે કાળ ગયા, તે કોદરા માના લીધા | (બે જાતના કોદરા થાય છે: મીઠા ને માના. માના કોદરા સંભાળથી સાફ કરવા પડે છે.) અન્ન તો સંભાળથી ખાવાનું હતું પણ એમ કરીને જીવન વીતાવ્યું. |
જે ખાય તે સ્વાદ જાણે | ખાય તે જાણે. |
જે ખાય રસાણ, તે જાય મસાણ | (રસાણ જમીનમાંની પોષક પ્રવાહિતા કે રસાયણ) રસાયણ ન પચે. |
જે ગધેડાંની પાસે બેસે, તે લાત મારતાં શીખે | બૂરા સંગે બૂરું બને. |
જે ગયા મરી, તેની ખબર ન આવી ફરી | મર્યા તેમની ફરી ખબર ન આવી. |
જે ગામ જવું નહિ એનો રસ્તો શીદ પૂછવો ? | જે કામ ન કરવું તેની પંચાત ન કરવી. |
જે ગામ જવું નહિ તેની દિશા શી પૂછવી? | બિનજરૂરી ચિંતા ન કરવી. |
જે ગામમાં જવું નહિ, તે ગામની વાટ શીદ પૂછવી? | જે બાબતમાં અરુચિ હોય તેનું નામ પણ ન ગમે. |
જે ગામમાં જવું નહિ, તે ગામનું નામ શીદ પૂછવું? | જે બાબતમાં અરુચિ હોય તેનું નામ પણ ન ગમે. |
જે ગામમાં રોજ ધાડ, તે ગામમાં કેમ વસાય? | રોજ ચોરી થતી હોય તે ગામમાં ન વસાય. |
જે ગામમાં વણિક નહિ ત્યાં રાતવાસો નહિ વણિક વિનાના ગામમાં રાત ન ગાળવી | જે ગામ જવું નહિ તેનો માર્ગ શીદ પૂછવો? |
જે ઘર નાર કુનાર, જનમારો હાર્યા, નહિ દિયો ગૌકા દાન, પીપલકો વાહરિયા | ગોદાન ન કર્યું હોય અને પીપળાની પૂજા વીસર્યા હોય ત્યાં કુભારજા (કુનાર) હોય. |
જે ઘર નાર સુનાર, જનમારો જીત્યા, દિયો ગૌકા દાન, પીપલકો પોષિયા | ગાયોનાં દાન દીધાં હોય, પીપળા પૂજ્યા હોય એને ઘેર સદ્ગુણી ગૃહિણી હોય. |
જે ઘરની કૂતરી નહિ પામે તે ઘરની દીકરી પામે | એક ધણી એક ઘરની કૂતરી મેળવવાને લાયક હોતો નથી તે જ ધણી તે ઘરની દીકરી સાથે પરણે છે એવો પણ સંજોગ બને છે. |
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.