| Proverb | Meaning | 
| જે ઘેર જવું નહિ, તે ઘરનું નામ શીદ લેવું? | જવું ન હોય તો એ ઘરની પૂછપૂરછ ન કરવી. | 
| જે ચૌદ જાણે તેને ચારવાળો શું શીખવે? | ચૌદ વિદ્યા ભણેલાને ચાર વેદ શું શીખવે? | 
| જે જન્મે તે જાય | જે જન્મ લે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે. | 
| જે જાણે કોક, તે મૂકે પોક | જે જાણે તે રડે. | 
| જે જાય ગયા, તેને હૈડે ન મળે દયા | ગયા (પ્રયાગ)ની જાત્રા કરીને આવે તે દયા પણ વિસારીને આવે. (એ કેવું?) | 
| જે જાય જાવે, તે દાંતે દહીં ચાવે, ને કદી નહિ પાછો આવે (તે પાછો ફરી ન આવે, આવે તો પરિયાના પરિયા ખાવે એટલું ધન લાવે) | જાવા જાય તે પેઢીઓની પેઢીઓ ચાલે એટલું ખૂબ કમાય. | 
| જે જાય દરબાર તેનાં જાય ઘરબાર | કોરટકચેરી ચઢનાર ઘર ને બધું ગુમાવે. | 
| જે જાય બંદર, તે લાવે સોના પંદર | દરિયો ખેડે તે ખૂબ માલામાલ થાય. | 
| જે જાય સક્કર, તે થાય બક્કર | જે જાય બંદર તે લાવે સોના પંદર. | 
| જે જાયું તે જાય | માણસ જન્મ્યો તો તેનું મૃત્યુ પણ નિશ્ચિત જ છે. | 
| જે જીવથી નહિ ડરે તે ચાહે સો કરે | મરણિયો થાય તે ઇચ્છે તે પાર પાડે. | 
| જે જેનો પરોણો તે તેનો પરમેશ્વર | અતિથિ દેવો ભવ. | 
| જે જેવાં તેનાં તેવાં | જેવાં તે તેવાં. વડ તેવા ટેટા ને બાપ તેવા બેટા. | 
| જે જેવો તે તેવો | પ્રકૃતિ ન બદલાય. | 
| જે ડાળ પર બેઠા તે ડાળ કાપી ન નંખાય | જે આપણને મદદ કરે, જેનાથી આપણે સમૃદ્ધ બન્યા હોઈએ તેમને દગો ન દેવાય. | 
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં