| Proverb | Meaning |
| જે ડાળી પર બેસે તે જ ડાળી કાપે (એવું પોતાનું જ નુકસાન કરનારું) જે થાય કળથી તે ન થાય બળથી | બળ કરતાં બુદ્ધિ ચઢિયાતી છે. |
| જે થાય માવડિયું તેને ના મળે કાવડિયું | માતાની આજ્ઞા અને સલાહ અનુસાર વર્તનાર કમાણી કરી શકતો નથી. |
| જે દિલમાં હોય તે જબાન પર આવે | મનમાં તેવું વાણીમાં. |
| જે ધન ખાધું સાલે, તે ન વળે કોઈ કાળે | જે ધન ખર્ચાઈ ગયું તે પાછું આવતું નથી. |
| જે ન કરે વૈદ તે કરે દૈવ | જ્યારે દવાદારૂ કામ નથી આવતાં ત્યારે ઈશ્વરી મદદ કામ આવે છે. |
| જે ન ખાય ગળ્યું, તેનું જીવતર બળ્યું | ગળ્યું ખાવા પામનાર બડભાગી છે. |
| જે ન ખાય તનખા માલ, તે ખાશે બચકા માલ (તનખા તણખલું) કોડી હરામ, બચકા હલાલ | તણખલા ભાર હરામનું ન ખાનારો પોટલે પોટલા હરામનું હજમ કરી જતો હોય છે. |
| જે ન ખાશે ફૂલનો માર, તે ખાશે જેરબંદનો માર | (જેરબંદ સાટકો; કોરડો) ફૂલનો માર ચૂકશે તે સાટકા ખાશે. |
| જે પાણીએ દાળ ન ચઢે તે પાણીએ વાલ કેમ ચઢે? | સહેલું જ ન થાય તો અઘરું કેમ થાય? |
| જે પાણીએ મગ ચઢે તે ખરા | જેનાથી કામ સિદ્ધ થાય એનો ઉપયોગ કરી લેવો |
| જે પીએ દારૂ એના ઘરમાં અંધારું | દારૂડિયાને ઘેર અવ્યવસ્થા ને પાયમાલી જ હોય. |
| જે પીએ દારૂ, તેના મામલા વાળું, જે પીએ શરાબબાજી, તેની પર હકતાઅલા રાજી? | જે પીએ દારૂ તેને ઘેર અંધારું. દારૂની લતે ચઢેલ પર ઈશ્વર રાજી હોય ખરો? |
| જે પીએ શરાબ, તેનું ખાનું ખરાબ | (ખાનું ખરાબ ઘર બરબાદ) જે પીએ દારૂ તેને ઘેર અંધારું. |
| જે પોતાનો ન થયો તે પારકાનો શું થાય? | અવિશ્વસનીય વ્યક્તિ. |
| જે પોતે ચોર હોય તે બીજાને ચોર ગણે | પોતે હોય તેવો બીજાને સમજે. |
મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.
ચાની ચૂસકીની લિજ્જત વધારતી આડી ઊભી ચાવીની લોકપ્રિય અને રસપ્રદ રમત એટલે ક્રોસવર્ડ. અહીં તમે તરત જ જવાબ સાચો છે કે ખોટો તે જાણી શકાશે.
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતી, સામાન્ય જ્ઞાન વધારતી અને અબાલ-વૃદ્ધ સૌને રમવી પસંદ રમત એટલે જનરલ નોલેજ ક્વિઝ.