Proverb | Meaning |
જે પોષતું તે મારતું એવો દીસે ક્રમ કુદરતી | રક્ષક જ દુનિયામાં ભક્ષક બનતા હોય છે. |
જે બચ્યું તે આપણું, ને નાહ્યા તેટલું પુણ્ય | હાથમાં એટલું સાથમાં ને થયું એટલું આપણું. |
જે બાજુનો વા વાય એ બાજુ ઘોડો મંડાય | પવન પ્રમાણે ઘોડો પીઠ ફેરવે. |
જે બાપનો ન થયો તે કોઈનો ન થાય | પિતા પ્રત્યે લાગણી ન બતાવી તે બીજાનો શું થવાનો? |
જે બોરડી પર બોર હોય તે ઉપર જ પથ્થર ફેંકાય | જેને છત હોય તેણે જ ઘા ખમવા પડે. |
જે બોલે તે ઘી પર જાય | નજીવી બાબતમાં મમત કે જીદ રાખનાર માટે આ વચનો બોલાય છે. |
જે ભૂતથી બીએ, તેને ભૂત વળગે | ભૂતથી બીએ એને ભૂત બિવડાવે. |
જે માખ મારે તે માણસ પણ મારે | જે ઉંદરડી મારે તે માણસ પણ મારે. |
જે મોઢે પાન ચાવ્યાં તે મોઢે કુશકા ન ચવાય | માનમર્યાદા મૂકીને શરમજનક કામ ન થાય. |
જે મોઢે પાન ચાવ્યાં, તે મોઢે કોલસા શેં ચવાય? | એક વખત બોલ્યા પછી ફરી જઈને બીજું ન બોલાય. |
જે રસ્તે આવ્યું, તે રસ્તે ગયું, આવ્યું તેમ ગયું | જે રાખે શરમ એનાં ફૂટે કરમ. શરમ રાખે એ દુખી થાય. |
જે વાર્યું ન વળે, તે હાર્યું વળે | જેને અટકાવીએ તે ન અટકે તો તે હાર્યા પછી જ અટકે. |
જે શિર પોટલું તે શિર ભાર | પોટલું ઉપાડે એને જ ભાર લાગે. |
જે સગાથી અરથ ન સરે તેની આગળ શું દુખ જાહેર કરીએ? | સગો જો કામમાં આવવાનો ન હોય તો તેની આગળ દુખ ગાવાનો અર્થ નથી. |
જે સગું ન કરે, તે મિત્ર કરે | સગું જે નથી કરી શકતું તે મિત્ર અવશ્ય કરે છે. |
કહેવતના આડા અવળાં ગોઠવાયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચી કહેવત અને તેનો અર્થ જણાવતી રમત એટલે જંબલ ફંબલ
રમત રમતાં સાચી અને ખોટી જોડણીમાંથી સાચી જોડણીવાળા શબ્દની પસંદગી કરો શબ્દની જોડણી વિશેની માહિતી મેળવો.
9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.