જેના હાથમાં, તેના મોંમાં

Proverb Meaning
જેના હાથમાં, તેના મોંમાં હાથે આવ્યું કે સીધું મોંમાં.
જેના હાથમાં, તેના સાથમાં જેના હાથમાં તેની બાથમાં.
જેનાં કામ તે તેનાથી થાય, બીજાં કરે તે ખતા ખાય જેનું કામ તે તે જ કરે.
જેનાં ગાડાંમાં બેસીએ, તેનાં ગીત ગાઈએ જેની વહેલમાં બેસીએ તેનાં ગાણાં ગાઈએ.
જેનાં નસીબ તેની સાથે દરેકનું ભાગ્ય દરેકની સાથે.
જેનાં મોઢાં નહિ સારાં, તેનાં ભાણાં શું સારાં? જેનું મોઢું જોવું ન ગમે એના હાથનું ખાણું શું ભાવે?
જેનાથી માંખ ન મરાય, તેનાથી માણસ શું મરાય? માખ મરવાની શક્તિ નથી એ માણસને શું મારવાનો?
જેની આંખમાં કમળો હોય તેને બધું પીળું દેખાય કમળાના રોગીને બધું પીળું દેખાય.
જેની આંખમાં ઝેર, તેની ઉપર ઈશ્વરનો કેર ઝેરીલા ઉપર ઈશ્વર પણ જુલમ કરે.
જેની ઉપર પડે તે જાણે જેને વીતી હોય તે જાણે.
જેની ખાઈએ ભાખરી, તેની કરીએ ચાકરી ખાઈએ તેનું લૂણ હલાલ કરીએ.
જેની ગાંઠે નાણાં તેને નિત્ય ટાણાં જેની પાસે સંપત્તિ છે તે સુખેથી જીવે છે.
જેની ઘંટીએ દળીએ, તેનાં ગીત ગાઈએ જે ઘેર બેઠાં તેનાં પ્રસંગનાં ગીત ગાઈએ.
જેની જાય આઈ, તેની જાય સોળસો ભલાઈ જેની મા મરી તેની બધેથી તૂટી સગાઈ.
જેની દાનત પાક, તેના હાથમાં ખાક જેની દાનત ખોટી, તેના હાથમાં રોટી સજ્જનને ઘણું સહન કરવું પડે ને દુર્જન લહેર કરતો દેખાય.

Interactive Games

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Hang Monkey

9 પ્રયત્નની અંદર કયો શબ્દ આપેલ છે તે શોધી અને બંદરને ફાંસીના માંચડે ચઢાવતાં અટકાવો. આ રમત અંગ્રેજી અને ગુજરાતી એમ બન્ને ભાષા માટે રમી શકાશે.

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Latest Ebook

Recent Blog

Social Presence

Other Alliances

GL Projects