જેની દાનત પાક, તેને શાની ધાક?

Proverb Meaning
જેની દાનત પાક, તેને શાની ધાક? જેનું દિલ સાફ એણે ડરવાનું કેવું?
જેની બૈરી સારી તેનું ઘર સારું સદ્ગુણી પત્ની ઘરની શોભા છે.
જેની ભારજા ભૂંડી, તેને પીડા અંતરમાં કૂડી જેની ભાર્યાં ભૂંડી તેના મનમાં સંતાપ ઘણો.
જેની મા ઓરમાન તેનો બાપ ચોર ચોરી ગયા મા ઓરમાન તો પિતાનું વર્તન પણ ઓરમાયું.
જેની લાઠી તેની ભેંસ આ જમાનામાં બળવાન માણસો જ ફાવી જાય છે.
જેની વહેલે બેસીએ તેનાં ગીત ગાઈએ જે જાનમાં જોડે એનાં જ ગીત ગાઈએ.
જેની હવેલીએ બેસીએ, તેનાં ઢોલ વગાડીએ જેને ત્યાં બેસીએ તેનું સારું બોલીએ.
જેનું કીધું તે જાણે કોઈનું સારું કરેલું નકામું ન જાય.
જેનું ખાઈએ તેનું ગાઈએ ખાઈએ તેનું વખાણીએ.
જેનું ખાય તેનું ખોદે (દુર્જન) જેનું ખાય તેનું જ બૂરું બોલે.
જેનું ખાય તેનું ગાય જેની પાસેથી કંઈ લાભ કે ફાયદો થાય તેના ગુણવાન ગવાય.
જેનું ચાટે, તેનું દાટે જેનું ખાય તેની એબ દાટી રાખે.
જેનું જાય તે જ ચોરમાં ઠરે જેનું ચોરીમાં જાય તે જ ચોર છે એવુંય થાય.
જેનું જે કામ તે તેને છાજે, ને ગધેડાં પર નોબત વાગે જે કામનો અનુભવ હોય તે કરી શકે પછી ભલેને હાથી કે ઊંટના બદલે ગધેડા પર નોબત વગાડવાની હોય.
જેનું થડ વાંકું, તેનાં ડાળખાં પણ વાંકા ઘરનો મુખ્ય માણસ કુટિલ હોય તો તેનો પરિવાર પણ એવો જ હોય.

Interactive Games

Word Match

મગજને કસરત કરાવતી, યાદશક્તિ વધારતી તથા રમત રમતમાં વિરુદ્ધાર્થી કે પર્યાપવાચી શબ્દો શીખવતી રમત એટલે વર્ડ મેચમાં. આ રમતમાં 20 બ્લોક પાછળ 20 શબ્દો છુપાયેલા હશે.

Ukhana

બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં

Quick Quiz

મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.

Latest Ebook

Recent Blog

Social Presence

Other Alliances

GL Projects