Proverb | Meaning |
જેવા સાથે તેવા | જે જેવો વ્યવહાર કરે તેની સાથે તેવો વ્યવહાર કરવો. |
જેવા સાથે તેવા થવું | શઠ પ્રતિ શઠ થવું. |
જેવાં ભાઈનાં મોસાળાં, તેવાં બહેનનાં ગીત | ભાઈ જેવું મોસાળું કરે એવાં બહેન ભાઈનાં ગીત ગાય. |
જેવાં શેઠનાં વધામણાં, તેવા અમારા કોદરા | શેઠ ઉમળકો જેટલો બતાવે તેટલા કોદરા દેવાય. |
જેવાં શેઠનાં વધામણાં, તેવા બાઈના કોદરા | શેઠ ઉમળકો જેટલો બતાવે તેટલા કોદરા દેવાય. |
જેવી કૂવાકાંઠે ઠીકરી, તેવી મા વિનાની દીકરી | કૂવાકાંઠે ઠીકરાં રખડે એમ મા વિના દીકરીને રઝળવા વારો આવે. |
જેવી તમારી ઢોલકી, તેવો અમારો તંબૂરો | જેવું તમે વગાડશો એવું અમે ગાઈશું. |
જેવી દાનત તેવી બરકત | જેવી આપણી વૃત્તિ હોય તેવું તેનું ફળ મળે, પરિણામ આવે. |
જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ | જેવા પોતે હોય તેવા જ અન્ય પણ લાગે. |
જેવી ભાઈની હિંગ, તેવો બહેનનો વઘાર | જેવો ભાઈનો ભાવ એવું બહેનનું હેત. |
જેવી મતિ, તેવી ગતિ | જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ. |
જેવી વેળા તેવી રક્ષા | જેવો સમય એવું રક્ષણ. |
જેવી સંગત, તેવી બુદ્ધિ | જેવો સાથ તેવી અક્કલ. |
જેવી સોબત તેવી અસર | જેવા સાથે ફરીએ તેવા આપણે થઈએ. જેવી સંગત તેવી અસર. |
જેવું અન્ન તેવો ઓડકાર | જેવું કામ તેવું ફળ; વાવે તેવું લણે. |
આડા ઊભાં ગોઠવાયેલા શબ્દોમાંથી સાચો શબ્દ શોધતી ગુજરાતી ભાષાની ઓનલાઇન રમાતી પ્રથમ રમત એટલે વર્ડ સર્ચ.
મગજને કસરત કરાવતી અને જોડકાં જોડો પદ્ધતિ દ્વારા શબ્દ અને અર્થ કે સમાનાર્થીને જોડતી એક રસપ્રદ રમત એટલે ક્વિક ક્વિઝ.
બાળપણમાં માણેલા અને હવે ભૂલાતં-વિસરાતાં જતાં જ્ઞાન વર્ધક કોયડાઓની રમત એટલે ઉખાણાં